News Continuous Bureau | Mumbai
Kupwara Encounter: જમ્મુ-કાશ્મીર ( Jammu kashmir ) ના કુપવાડા ( Kupwara ) માં ફરી એકવાર આતંકી ( terrorist ) ઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર ( Encounter ) કામકરી વિસ્તારમાં થયું હતું. આ અથડામણમાં ચાર જવાન ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જ્યારે એક જવાન શહીદ થયો છે. સૈનિકો દ્વારા એક પાકિસ્તાની માર્યો ગયો છે. સેના દ્વારા આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ એન્કાઉન્ટરની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન ( Search operation ) શરૂ કર્યું. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળો મોટાપાયે ઓપરેશન ચલાવી રહ્યા છે અને વિસ્તારની દરેક સંભવિત જગ્યાની તપાસ કરવામાં આવી રહી છે.
Kupwara Encounter: સેનાના ત્રણ જવાન ઘાયલ
શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કામકરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો ( security forces ) નો આતંકવાદીઓનો સામનો થયો, ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. આ અથડામણમાં સેનાના ત્રણ જવાન ( Jawan ) ઘાયલ થયા છે. આ ફાયરિંગમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે.
Kupwara Encounter: આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી
આઠ પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ જંગલોમાં ભાગી ગયા હોવાની આશંકા છે અને તેમની શોધ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને વધારાના સૈનિકોને પણ વિસ્તાર તરફ મોકલવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કાવડ યાત્રા રૂટના દુકાનોના નેમપ્લેટ વિવાદ પર યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો સ્ટેન્ડ, સાથે કોર્ટ સમક્ષ કરી આ માંગ.
Kupwara Encounter: તાજેતરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો
જણાવી દઈએ કે જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલા ( terrorist attack ) માં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. વધુમાં, ઓક્ટોબર 2021 માં પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી ઉભી થઈ. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021 થી જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ઘટનાઓમાં 50 થી વધુ સુરક્ષા કર્મચારીઓ (મોટાભાગે આર્મીના) સહિત 70 થી વધુ લોકો માર્યા ગયા છે.