Site icon

અરે મહારાષ્ટ્ર છોડો.આખા દેશમાં માત્ર 5.5 દિવસ ચાલે એટલો વેક્સિનનો સ્ટોક બચ્યો.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 9 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર.

     દેશભરમાં કોરોના રસીકરણ નું કાર્ય પૂર ઝડપે ચાલુ છે. પરંતુ દેશના અમુક રાજ્યો એવા છે જ્યાં રસીનો ડોઝ પૂર્ણ થવાના આરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશના અમુક રાજ્યોમાં ફક્ત સાડા પાંચ દિવસ ચાલે એટલો જ વેક્સિનનો ડોઝ બચ્યો છે

     દેશના અમુક રાજ્યોમાં વેક્સિન સપ્લાય ની અછત સર્જાતા આ મહામારી ની પરિસ્થિતિ વધારે વિકટ બનતી જાય છે. આંધ્ર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં તો ફક્ત બે દિવસ ચાલે એટલી જ વેક્સિન નો ડોઝ છે. જ્યારે ઓરિસ્સામાં ચાર દિવસ ચાલે એટલો જ વેક્સિન સ્ટોક બાકી છે. મહારાષ્ટ્ર રાજ્યની પરિસ્થિતિ પણ આવી જ  છે. ત્યાં રોજના લગભગ ચાર લાખ લોકોને વેક્સિન લગાડવામાં આવી રહી છે અને ફક્ત ૧૫ લાખ વેક્સિન નો ડોઝ બચ્યો છે. જે મુશ્કેલથી ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સરેરાશ ત્રણથી સાડા ત્રણ દિવસ ચાલે એટલો જ વેક્સિન નો ડોઝ બચ્યો છે.

   એપ્રિલ મહિનાથી દેશભરમાં સરેરાશ રોજના ૩૬ લાખ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. તેથી શક્ય છે કે વેક્સિન માટેની આ અછત સર્જાઇ હોય.પરંતુ કેન્દ્ર સરકારે ખાતરી આપતાં જણાવ્યું છે કે,આવતા અઠવાડિયાની અંદર દેશના દરેક રાજ્યમાં તેમની જરૂરિયાત મુજબ વેક્સિન નો ડોઝ પહોંચી જશે.

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version