ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
ભારત અને ચીન વચ્ચે ગત વર્ષના મે મહિનાથી ચાલી રહેલા લાઈન ઓફ એક્ચ્ચુઅલ કન્ટ્રોલ વિવાદનો એક ઉકેલ આવી ગયો છે.
બંને દેશો પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી પોતાની સેના પાછી ખેંચવા સંમત થયા છે, જે PP 17A તરીકે ઓળખાય છે
ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર કક્ષાની બેઠકનો 12મો રાઉન્ડ ભારતની બાજુમાં ચુશુલ-મોલ્ડો સરહદ પર યોજાયો હતો. આ બેઠકમાં સમાધાન માટેનો રસ્તો મળી ગયો.
ઉલ્લેખનીય છે કે ગોગરા હાઇટ્સ વિસ્તારમાં, બંને દેશોની સેનાઓ ગયા વર્ષે મે મહિનાથી સામસામે છે.
ચીનના વુહાનમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ, સરકારે આપ્યો આ મોટો આદેશ
