ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
લદ્દાખમાં તનાવ ઘટાડવા ના પ્રથમ પગલામાં, ભારત અને ચીન મોરચા પર વધુ સૈન્ય નહીં મોકલવા પર સહમત થયાં છે. આ નિર્ણયની ઘોષણા ભારત અને ચીની સેના દ્વારા સંયુક્ત નિવેદનમાં કરવામાં આવી હતી, કોર્પ્સ કમાન્ડર-સ્તરની 14 કલાક ચાલેલી વાટાઘાટના છઠ્ઠા રાઉન્ડના પછી, સુમેળ ભર્યું વાતાવરણ બનાવવાના પ્રયાસ તરીકે આને જોવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને સેનાઓ જમીન પર સંદેશાવ્યવહારને મજબૂત બનાવવા, ગેરસમજોને ટાળવા અને બંને દેશોના નેતાઓની મહત્ત્વપૂર્ણ સર્વસંમતિને નિષ્ઠાપૂર્વક અમલમાં મૂકવા મુકશે. સાથે જ તેઓએ શક્ય એટલું જલ્દી લશ્કરી કમાન્ડરની 7 માં રાઉન્ડની મંત્રણા યોજવાનો સંકલ્પ કર્યો છે.
ભારતીય સૈન્યએ જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત-ચીન સરહદ વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની બાજુમાં પરિસ્થિતિને સ્થિર કરવા અંગે બંને પક્ષો વચ્ચે સ્પષ્ટ અને ઉંડાણપૂર્વકની આપ-લે કરવામાં આવી હતી. કોઈ પણ ક્રિયાઓ કે જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવે તેવા કોઈ પગલાં બને સેના નહીં ભરે."
નોંધનીય છે કે મે મહિનાની શરૂઆતમાં હિમાલયન ક્ષેત્રમાં સામ-સામેની અથડામણ ફાટી નીકળી હતી. ત્યારબાદ, પહેલીવાર એવું બન્યું છે કે પૂર્વી લદ્દાખમાં તનાવને ઓછું કરવા માટે બંને દેશોની સૈન્યએ વિશિષ્ટ પગલાની જાહેરાત કરી છે. ગઈ 15 જૂને ગાલવાન ખીણમાં હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા પછી લદ્દાખની સ્થિતિ અનેકગણી વિસ્ફોટક થઈ ગઈ હતી. ચીની બાજુ પણ જાનહાની થઈ હતી, પરંતુ હજુ સુધી તેમણે વિગતો જાહેર કરી શકી નથી.
સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું 75 મા સત્રની સામાન્ય ચર્ચાને સંબોધન કરતાં શી જિંનપીંગ એ કહ્યું કે, અમે સંવાદ અને વાટાઘાટ દ્વારા અન્ય લોકો સાથેના વિવાદોને સંકુચિત કરવાનું અને વિવાદોને સમાધાન કરવાનું ચાલુ રાખીશું.
