ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર, 2021
શનિવાર.
લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ 6 કલાક લાંબી પૂછપરછ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર આરોપી આશીષ પોલીસ પૂછપરછમાં 3 ઓક્ટોબરે ઘટના સમયે તે ક્યાં હતો તેની કોઈ માહિતી આપી શક્યો નથી.
આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર છે અને તેના પર લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચડાવીને હત્યા કરવાનો આરોપ છે.