ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસા લખીમપુર ખીરી હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ.
સુનાવણી દરમિયાન કોર્ટે યુપી સરકારને પુછ્યુ કે, આખરે કેટલા લોકોની વિરુદ્ધ કેસ ફાઈલ થયો છે અને કેટલા લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે.
સાથે જ કોર્ટે કોર્ટે યુપી એક દિવસનો સમય આપ્યો છે અને શુક્રવારે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે.
આ રિપોર્ટમાં મૃતકોની જાણકારી, FIR ની જાણકારી, કોની ધરપકડ થઈ, તપાસ આયોગ વગેરે અંગે તમામ ડિટેલ આપવાની છે.
આ ઉપરાંત કોર્ટે સરકારને એ પણ આદેશ આપ્યો છે કે મૃતક ખેડૂત લવપ્રીત સિંહના માતાની સારવાર માટે દરેક શક્ય મદદ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે યુપી પોલીસની તપાસ પર ઉભા થઇ રહેલા પ્રશ્નો અને મીડિયા અહેવાલોના આધારે કોર્ટે આ કેસમાં સુઓ મોટો લીધી છે.
