Site icon

Lakshadweep Tourism: જો વધુ પ્રવાસીઓ અહીં આવશે તો અમે સંભાળી શકીશું નહી.. લક્ષદ્વીપ સાંસદનો મોટો દાવો.. જાણો શા માટે કહ્યું આવુ..

Lakshadweep Tourism Now if more tourists come here then we will not be able to handle it.. Big claim of Lakshadweep MP

Lakshadweep Tourism Now if more tourists come here then we will not be able to handle it.. Big claim of Lakshadweep MP

News Continuous Bureau | Mumbai

Lakshadweep Tourism: જો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ( Tourists ) લક્ષદ્વીપની મુલાકાત લે તો સમસ્યા સર્જાઈ શકે છે આ દાવો દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ (લક્ષદ્વીપ)ના સાંસદ મોહમ્મદ ફૈઝલે ( MP Mohammed Faizal ) કર્યો છે. તેમણે કહ્યું છે કે લક્ષદ્વીપમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા નથી. હાલમાં, ત્યાં હોટેલોની સંખ્યા પણ ઓછી છે, તેમજ સીધી ફ્લાઇટ્સનો તીવ્ર અભાવ છે અને જો આ અવરોધો દૂર કરવામાં આવે તો પણ, ટાપુની નાજુક ઇકોસિસ્ટમને ( ecosystem ) ધ્યાનમાં રાખીને અહીં પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવી જ પડશે. 

એક અહેવાલ મુજબ, પરવાળાથી બનેલું લક્ષદ્વીપ ( Lakshadweep  ) ખૂબ જ સંવેદનશીલ અને પર્યાવરણીય રીતે ખૂબ નાજુક છે. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત જસ્ટિસ રવિન્દ્રન કમિશને “ઇન્ટિગ્રેટેડ આઇલેન્ડ મેનેજમેન્ટ પ્લાન” ( Integrated Island Management Plan ) તૈયાર કર્યો હતો. આયોગના આ અહેવાલમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવા અને અન્ય માળખાગત વિકાસ અંગે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. કમિશનની સલાહ બાદ, લક્ષદ્વીપ હાલમાં “ઉચ્ચ સ્તરીય નિયંત્રિત પ્રવાસન” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ અત્યંત નિયંત્રિત પ્રવાસન દ્વારા મહત્તમ આવક મેળવવાનું આયોજન કરી રહ્યું છે. મુલાકાતે આવતા પ્રવાસીઓએ પણ સંમત થવું પડશે કે તેમના દ્વારા પર્યાવરણને નુકસાન થાય તેવા કોઈ પગલાં લેવામાં આવશે નહીં.

 લક્ષદ્વીપ હાલ માત્ર 8 થી 10 ટકા વસ્તી જ પ્રવાસન પર નિર્ભર…

ઉલ્લેખનીય છે કે, લક્ષદ્વીપ 36 ટાપુઓનો એક સમૂહ છે. જેમાંથી માત્ર 10 ટાપુઓ પર જ લોકો વસી રહ્યા છે. તેમાંથી અત્યારે માત્ર 8 થી 10 ટકા વસ્તી જ પ્રવાસન પર નિર્ભર છે. 32 કિમી ચોરસ વિસ્તારમાં ફેલાયેલા લક્ષદ્વીપમાં હાલ માત્ર થોડા ટાપુઓ જ લોકો માટે ખુલ્લા છે. એટલે કે પ્રવાસીઓને તે ટાપુઓ સિવાય બીજે ક્યાંય જવાની મંજૂરી નથી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈ રેલવેના આરપીએફ ફોર્સનું ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ 2023 માં આટલા બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન.. જાણો આંકડા

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) લક્ષદ્વીપની મુલાકાત બાદ ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ શરૂ થયો હતો. પીએમના લક્ષદ્વીપ પ્રવાસ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી, જેના પર માલદીવના ત્રણ મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગે ભારત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ ભારતીય યુઝર્સે આને માત્ર મુદ્દો બનાવ્યો જ નહીં પરંતુ માલદીવ જવાને બદલે લક્ષદ્વીપમાં વેકેશન ગાળવાની પણ અપીલ કરી હતી. આ જ કારણ હતું કે ઘણા લોકોએ માલદીવની તેમની આયોજિત યાત્રાઓ રદ કરી હતી. આ આર્થિક ઈજા બાદ માલદીવે ડેમેજ કંટ્રોલના એક પ્રકાર તરીકે ત્રણેય મંત્રીઓને બરતરફ કરી દીધા હતા. જો કે આ દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન સાથે સંબંધોને મજબૂત કરવા પર જોર આપતા જોવા મળ્યા હતા.

Exit mobile version