Site icon

LAMITIYE-2024: ભારતીય સેના અને સેશેલ્સ સંરક્ષણ દળો વચ્ચે થશે સંયુક્ત સૈન્ય કવાયત ; કવાયતમાં આટલા જવાનો લેશે ભાગ…

LAMITIYE-2024: આ કવાયત શાંતિ જાળવવાની કામગીરીઓ દરમિયાન બંને પક્ષો વચ્ચે સહકાર અને આંતરવ્યવહારિકતામાં વધારો કરશે. આ કવાયત બંને સેનાઓ વચ્ચે કૌશલ્ય, અનુભવો અને સારી પદ્ધતિઓના આદાનપ્રદાન ઉપરાંત દ્વિપક્ષીય સૈન્ય સંબંધોનું નિર્માણ અને પ્રોત્સાહન પણ આપશે.

LAMITIYE-2024 Indian Army contingent departs to Seychelles for joint exercise

LAMITIYE-2024 Indian Army contingent departs to Seychelles for joint exercise

News Continuous Bureau | Mumbai

LAMITIYE-2024: ભારતીય સેના અને સેશેલ્સ સંરક્ષણ દળો (એસડીએફ) વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત “એલએમઆઈટીઆઈવાયઈ-2024″ની દસમી આવૃત્તિમાં ભાગ લેવા માટે ભારતીય સૈન્યની ટુકડી આજે સેશેલ્સ જવા રવાના થઈ હતી. આ સંયુક્ત કવાયત 18થી 27 માર્ચ, 2024 સુધી સેશેલ્સમાં હાથ ધરવામાં આવશે. ક્રેઓલ ભાષામાં ‘લેમિટીવાય’ અર્થાત્ ‘ફ્રેન્ડશિપ’ એ દ્વિવાર્ષિક તાલીમ કાર્યક્રમ છે અને 2001થી સેશેલ્સમાં તેનું આયોજન કરવામાં આવે છે. આ કવાયતમાં ભારતીય સેનાની ગોરખા રાઇફલ્સ અને સેશેલ્સ ડિફેન્સ ફોર્સિસ (એસડીએફ)ના 45-45 જવાનો ભાગ લેશે.

Join Our WhatsApp Community

આ કવાયતનો ઉદ્દેશ્ય શાંતિ જાળવણી કામગીરીઓ પર સંયુક્ત રાષ્ટ્રનાં ચાર્ટરનાં સાતમા પ્રકરણ હેઠળ અર્ધ-શહેરી વાતાવરણમાં પેટા-પરંપરાગત કામગીરીમાં આંતરવ્યવહારિકતા વધારવાનો છે. આ કવાયત શાંતિ જાળવવાની કામગીરીઓ દરમિયાન બંને પક્ષો વચ્ચે સહકાર અને આંતરવ્યવહારિકતામાં વધારો કરશે. આ કવાયત બંને સેનાઓ વચ્ચે કૌશલ્ય, અનુભવો અને સારી પદ્ધતિઓના આદાનપ્રદાન ઉપરાંત દ્વિપક્ષીય સૈન્ય સંબંધોનું નિર્માણ અને પ્રોત્સાહન પણ આપશે.

આ સમાચાર પણ વાંચો : Sajjan Jindal Rape Case: સજ્જન જિંદાલ સામે એક્ટ્રેસે કરેલા રેપ કેસમાં નવો વળાંક, પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો; જાણો રિપોર્ટમાં શું કહ્યું

બંને પક્ષો નવી પેઢીના ઉપકરણો અને ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રદર્શન કરતી વખતે, અર્ધ-શહેરી વાતાવરણમાં સામનો કરી શકાય તેવા સંભવિત જોખમોને તટસ્થ કરવા માટે સુવિકસિત વ્યૂહાત્મક કવાયતોની એક શૃંખલાને સંયુક્તપણે તાલીમ, આયોજન અને અમલ કરશે. 10 દિવસ સુધી ચાલનારી આ સંયુક્ત કવાયતમાં ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ, લડાયક ચર્ચાઓ, વ્યાખ્યાનો અને નિદર્શન સામેલ છે, જે બે દિવસની માન્યતા કવાયત સાથે પૂર્ણ થાય છે.

આ કવાયત પારસ્પરિક સમજણ વિકસાવવામાં અને બંને સેનાઓનાં સૈનિકો વચ્ચે સંયુક્તતાને વધારવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરશે. આ કવાયત સહયોગી ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે અને બંને પક્ષો વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવામાં મદદ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version