News Continuous Bureau | Mumbai
Land For Job Scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ આજે (09 જાન્યુઆરી) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નોકરીના બદલે જમીન મામલે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બિહારના ( Bihar ) પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી ( rabri devi ) , મીસા ભારતી, હિમા યાદવ, હૃદયાનંદ ચૌધરી અને અમિત કાત્યાલના નામ સામેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઇડીએ ચાર્જશીટમાં બે કંપનીઓને પણ આરોપી બનાવ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટ ( Rouse Avenue Court ) 16 જાન્યુઆરીના રોજ ચાર્જશીટને સંજ્ઞાન લેવા પર કેસની સુનાવણી કરશે. આ કેસમાં EDની આ પહેલી ચાર્જશીટ ( charge sheet ) છે જ્યારે CBI અગાઉ 3 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. EDએ કોર્ટને જણાવ્યું હતું કે રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની આ મામલામાં ધરપકડ કરવામાં આવી નથી.
શું છે આ મામલો…
પ્રાપ્ત માહિતી મુજબ, EDએ કોર્ટને એમ પણ જણાવ્યું કે આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને વધુ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. હાલમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે 4751 પાનાની છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથે કથિત રીતે સંકળાયેલા અમિત કાત્યાલને નોકરીના બદલે જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં તપાસ એજન્સીએ અટકાયતમાં લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Goa: AI કંપનીના CEO એ કરી પોતાના ચાર વર્ષના પુત્રની ઠંડે કલેજે કરી હત્યા.. ત્યાર બાદ આ રીતે ભાંડો ફૂટ્યો.. જાણો વિગતે..
ED અનુસાર, આ કથિત કૌભાંડ ત્યારે થયું હતું જ્યારે કેન્દ્રમાં UPA-1ની સરકાર હતી અને લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આરોપો લાગ્યા બાદ એ વાત સામે આવી છે કે 2004 થી 2009 વચ્ચે લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને તેમના સહયોગીઓને આપવામાં આવેલી જમીનના બદલામાં ભારતીય રેલ્વેના અલગ-અલગ વિસ્તારોમાં ગ્રુપ-ડીની પોસ્ટ પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રારંભિક ફરિયાદ બાદ EDએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ કેસની તપાસ શરૂ કરી હતી.