Lawyers Letter to CJI: ચીફ જસ્ટિસને 600 વકીલોના પત્ર પર પીએમ મોદીએ કહ્યું..ધમકાવવી કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે..

Lawyers Letter to CJI: કોઈનું નામ લીધા વિના, પત્રમાં કહેવામાં આવ્યું છે કે એક ચોક્કસ જૂથ તેમના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે ન્યાયતંત્ર પર દબાણ લાવવા, ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવા અને મામૂલી દલીલોના આધારે અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

by Bipin Mewada
Lawyers Letter to CJI On the letter of 600 lawyers to the Chief Justice, PM Modi said.. Intimidation is an old culture of Congress.

  News Continuous Bureau | Mumbai

Lawyers Letter to CJI: હાલ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. તેમાં હવે રાજકીય ગરમાવા વચ્ચે ન્યાયતંત્ર પર તીખી ટિપ્પણીઓ થવા લાગી છે. આવી સ્થિતિમાં, વરિષ્ઠ વકીલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( BCI ) ના પ્રમુખ સહિત 600 થી વધુ વકીલોએ ( Lawyers  ) ભારતના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે એક વિશેષ ગ્રૂપ દેશમાં ન્યાયપાલિકાને નબળી પાડવાના પ્રયાસમાં છે. જેણે લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 

કોઈનું નામ લીધા વિના, પત્રમાં કહેવામાં આવ્યું છે કે એક ચોક્કસ જૂથ તેમના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે ન્યાયતંત્ર પર દબાણ લાવવા, ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવા અને મામૂલી દલીલોના આધારે અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પણ આ પત્રને ટેગ કરીને કહ્યું – “ધમકાવવું એ કોંગ્રેસની (  Congress ) જૂની સંસ્કૃતિ છે.” પોતાના સ્વાર્થી હિતોને પૂર્ણ કરવા માટે તેઓ અન્યો પાસેથી ખાતરી માંગે છે પરંતુ દેશ માટે તેમની કોઈ પ્રતિબદ્ધતા નથી.” નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ”પાંચ દાયકાથી પ્રતિબદ્ધ ન્યાયતંત્રની ( judiciary ) વિચારસરણીમાંથી તે બહાર આવી શકી નથી. આ કારણે જ હાલ 140 કરોડ ભારતીયો તેમને નકારી રહ્યા છે.

 કેટલાક અસામાજિક તત્વો ન્યાયાધીશોને તેમના કેસોમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા..

આ પત્ર એવા સમયે CJIને ( DY Chandrachud ) મોકલવામાં આવ્યો છે જ્યારે અદાલતો વિપક્ષી નેતાઓને સંડોવતા હાઈપ્રોફાઈલ ભ્રષ્ટાચારના મામલાઓ પર કાર્યવાહી કરી રહી છે. વિરોધ પક્ષો સતત આરોપ લગાવી રહ્યા છે કે તેમના નેતાઓને રાજકીય બદલો લેવાના કારણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જોકે, શાસક પક્ષે આ આરોપોને નકારી કાઢ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: જીતવા માટે નહીં હારવા માટે ચૂંટણી લડે છે આ વ્યક્તિ, 238 વાર ચૂંટણી હારી, હવે ફરી લોકસભા ચૂંટણી લડવા તૈયાર, બનાવ્યા અનેક રેકોર્ડ.

વકીલો દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક વકીલો દિવસ દરમિયાન રાજકારણીઓનો બચાવ કરે છે અને રાત્રે મીડિયા દ્વારા ન્યાયાધીશને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે તે ચિંતાજનક છે. આ જૂથે બેન્ચ ફિક્સિંગનો સમગ્ર ખ્યાલ આમાં રજૂ કર્યો છે. જે માત્ર અપમાનજનક અને ધિક્કારપાત્ર નથી પરંતુ કોર્ટના સન્માન અને પ્રતિષ્ઠા પર પણ હુમલો છે.

પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો અમારી અદાલતોની સરખામણી એવા દેશો સાથે કરવાના સ્તરે થઈ ગયા છે, જ્યાં કાયદાનું શાસન નથી. તેનો હેતુ ન્યાયતંત્રમાં લોકોના વિશ્વાસને નુકસાન પહોંચાડવાનો અને કાયદાના ન્યાયી અમલને જોખમમાં મૂકવાનો છે. આ જૂથો એવા નિર્ણયોની પ્રશંસા કરે છે જેની સાથે તેઓ સંમત થાય છે પરંતુ તેઓ જેની સાથે અસંમત હોય તેને બરતરફ કરે છે, બદનામ કરે છે અને અવગણના કરે છે.

પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક અસામાજિક તત્વો ન્યાયાધીશોને તેમના કેસોમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવી રહ્યા છે. જેથી તેઓ પર કોઈ ખાસ રીતે ચુકાદો આપવા દબાણ કરવામાં આવે છે. સમય અને ઇરાદા પર પ્રશ્નો ઉઠાવતા, પત્રમાં ઝીણવટભરી તપાસની જરૂરિયાત જણાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દેશ ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ ખૂબ જ વ્યૂહાત્મક રીતે થઈ રહ્યું છે.

 આ મૌન જાળવવાનો સમય નથી કારણ કે આવા પ્રયાસો કેટલાક વર્ષોથી થઈ રહ્યા છે..

પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ મક્કમતાથી ઊભી રહે અને કોર્ટને આવા હુમલાઓથી બચાવવા માટે પગલાં ભરે. એવું કહેવામાં આવ્યું છે કે મૌન રહેવું અને કંઈ ન કરવું નુકસાન પહોંચાડવા માંગતા લોકોને વધુ શક્તિ આપી શકે છે. આ મૌન જાળવવાનો સમય નથી કારણ કે આવા પ્રયાસો કેટલાક વર્ષોથી થઈ રહ્યા છે અને વારંવાર થઈ રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં ચીફ જસ્ટિસનું નેતૃત્વ મહત્વપૂર્ણ છે.

આ સમાચાર પણ વાંચો :  Hardeep Singh Nijjar Murder Case: કેનેડાનો ઘમંડ થયો ચકનાચૂર..નિજ્જર હત્યાકાંડ પર 9 મહિનામાં એક પણ પુરાવા નહીં, ટ્રુડોના સ્વર બદલાયા.

દરમિયાન આ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પલટવાર કરતા X પર લખ્યું- હાલના સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાનને અનેક ઝાટકા આપ્યા છે. ચૂંટણી બોન્ડ યોજના તો તેનું એક ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યા છે અને હવે આ કોઈ પણ જાતની શંકા વગર પુરવાર થઈ ગયું કે બોન્ડ કંપનીઓને ભાજપને દાન આપવા માટે મજબૂર કરવા માટે ભય, બ્લેકમેલ અને ધમકી એક જોરદાર સાધન હતું. વડાપ્રધાને એમએસપીને કાયદાની ગેરંટી આપવાની બદલે ભ્રષ્ટાચારથી કાયદાની ગેરંટી આપી છે. છેલ્લાં 10 વર્ષમાં વડાપ્રધાને જે કંઈ પણ કર્યું છે તે ભાગલા પાડવા, વિકૃત કરવા, ધ્યાન ભટકાવવા અને બદનામ કરવા માટે છે. 140 કરોડ ભારતીયો તેમણે ચોટદાર જવાબ આપવાની રાહ જોઈ રહ્યાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Join Our WhatsApp Community

You may also like