ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
સંસદના ચોમાસુ સત્ર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી, જેમાં વિપક્ષની એકતાને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ આજે વિપક્ષી પાર્ટીઓને નાસ્તા પર બોલાવી હતી અને તેમના 'બ્રેકફાસ્ટ પોલિટિક્સ'માં 14 વિપક્ષી દળના નેતા સામેલ થયા હતા.
જોકે આ બેઠકમાં બે વિપક્ષી પાર્ટી ઓ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી તરફથી એક પણ નેતા ઉપસ્થિત રહ્યા ન હતા.
આ અંગે બંને પાર્ટીઓ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં રાહુલ ગાંધીની બેઠકમાં કોંગ્રેસ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (TMC), રાષ્ટ્રીય જનતા દળ (RJD), શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), સીપીએમ, આઈયૂએમએલ, આરએસપી, કેસીએમ, નેશનલ કોન્ફરન્સ, ઝારખંડ મુક્તિ મોર્ચા અને ડીએમકેના નેતા સામેલ થયા હતા.
બાપરે! વેક્સિન માટે આ તે કેવી હાલાકી? આટલા કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ના મળી વેક્સિન; જાણો વિગત