ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
27 જાન્યુઆરી 2021
એ વાત સર્વ વિદિત છે કે ખેડૂત આંદોલન હિંસામાં ફેરવાઈ ગયું. ખેડૂતના નામે રમખાણ કરનારાઓએ કાયદો અને વ્યવસ્થા ને પોતાના લીધાં. જોકે આમાં ખેડૂતોનો પણ વાંક છે.ખેડૂતો એ એવા અનેક કામો કર્યા જેને કારણે આંદોલન ની છબી ખરડાઇ. જાણો એ 9 કારણો જેને કારણે આંદોલન બગાડ્યું.
ખેડૂતોથી થયેલી આ 9 ભૂલો, જેના કારણે દિલ્હીમાં થઈ આવી સ્થિતિ…
1. ખેડૂતો પોતાના રૂટથી ભટક્યા.
2. બેરિકેડ્સ તોડી દિલ્હીની અંદર ઘૂસી આવ્યા.
3. સાર્વજનિક સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું.
4. બસોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી. તેના કાચ તોડી દીધા.
5. 12 વાગ્યા પહેલા જ પરેડની શરૂઆત કરી દીધી.
6. પરેડ-પ્રદર્શનમાં સામેલ ખેડૂત લાઠીઓ લઈને આવ્યા હતા. અનેકની પાસે તલવાર જેવા હથિયાર પણ હતા.
7. પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો.
8. અનેક સ્થળો પર સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો. તેમની પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.
9. લાલ કિલ્લા પરિસરમાં ઘૂસીને તોફાન મચાવી દીધું. ત્યાં પોતાનો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો.