ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 ઓગસ્ટ 2020
લેબનોનના વડા પ્રધાન હસન દિઆબે સોમવારે તેમની આખી સરકારના રાજીનામાની ઘોષણા કરી દીધી છે. બેરૂત બંદરે થયેલાં વિસ્ફોટ અંગે લોકો ક્રોધાવેશમાં આવી વિરોધ પ્રદર્શન કરી રહયાં છે. આમ પણ કેબિનેટની બેઠક બાદ તેમની સરકારનું પતન અનિવાર્ય લાગ્યું હતું. દરમિયાન મંત્રીમંડળના સભ્યો પણ રાજીનામું આપવા તૈયાર હતાં." આરોગ્ય મંત્રાલય અનુસાર, દુર્ઘટનામાં ઓછામાં ઓછા 160 લોકો માર્યા ગયા છે. 6,000 જેટલા ઘાયલ થયા છે અને અને 20 જેટલા લોકો લાપતા જણાયા છે.
નોંધનીય છે કે 6 દિવસ પહેલાં બૈરુત માં પ્રચંડ રાસાયણિક વિસ્ફોટથી વિનાશ સર્જાયો હતો. આ વિસ્ફોટ 200 કીલોમીટર ના એરિયા સુધી ફેલાયો હતો. રહેવાસીઓ અને સ્વયંસેવકો હજી પણ રસ્તાઓ પરનો કાટમાળ સાફ કરી રહ્યા છે. સ્નિફર ડોગ્સ અને વિશિષ્ટ ઉપકરણોવાળી આંતરરાષ્ટ્રીય બચાવ ટીમો "ગ્રાઉન્ડ ઝીરો" પર કાર્યરત છે.
લેબનાનીઓ સરકારને પૂછી રહયાં છે કે, એમોનિયમ નાઇટ્રેટ જેવો વિસ્ફોટક પદાર્થનો વિશાળ સંગ્રહ, બંદર પર વર્ષોથી અસુરક્ષિત કેમ પડી રહ્યો હતો..!!?? આ મુદ્દે જ પીએમ હસન દિઆબએ રાજીનામું આપતાની સાથે જ ઉત્તરીય શહેર ત્રિપોલીમાં લોકો ઉજવણી કરવા શેરીઓમાં ઉતરી આવ્યાં હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com