Site icon News Continuous Bureau | Mumbai

Leopard population : ભારતમાં સિંહ બાદ હવે દીપડાની સંખ્યામાં પણ વધી,2018 થી 2022 સુધીમાં થયો 8% વધારો..

Leopard population :કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે ભારતમાં દીપડાઓની સ્થિતિ પરના અહેવાલ પર ટિપ્પણી કરતાં એક X પોસ્ટ મારફતે માહિતી આપી હતી કે, મધ્ય ભારતમાં સૌથી વધુ વસ્તી છે, જ્યારે મધ્યપ્રદેશમાં 3,907 દીપડા છે.

Leopard population Leopard numbers show 8% rise from 2018 to 2022

Leopard population Leopard numbers show 8% rise from 2018 to 2022

News Continuous Bureau | Mumbai 

Leopard population : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ ભારત ( India ) માં દીપડા ( leopard ) ઓની વધતી જતી વસતિ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દીપડાની સંખ્યામાં આ નોંધપાત્ર વધારો એ જૈવવિવિધતા પ્રત્યેના ભારતના અવિરત સમર્પણનો વસિયત છે.

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ વન્યજીવ સંરક્ષણની દિશામાં કરવામાં આવેલા વિવિધ સામૂહિક પ્રયાસોમાં સામેલ તમામ લોકોને પણ અભિનંદન પાઠવ્યાં હતાં.

ભારતની દીપડાની વસતી હાલમાં 13,874 હોવાનો અંદાજ છે, જે 2018માં 12,852 નો આંકડો હતો.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે ભારતમાં દીપડાઓની સ્થિતિ પરના અહેવાલ પર ટિપ્પણી કરતાં એક X પોસ્ટ મારફતે માહિતી આપી હતી કે, મધ્ય ભારતમાં સૌથી વધુ વસ્તી છે, જ્યારે મધ્યપ્રદેશ ( Madhya Pradesh ) માં 3,907 દીપડા છે.

આ સમાચાર પણ વાંચો : India GDP Q3 Data : દેશની વિકાસની ગાડી, ફૂલ સ્પીડમાં… ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP આટલા ટકા વધ્યો!

કેન્દ્રીય મંત્રીની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ કહ્યું હતું કે;

“સારા સમાચાર ! દીપડાની સંખ્યામાં આ નોંધપાત્ર વધારો એ જૈવવિવિધતા પ્રત્યેના ભારતના અવિરત સમર્પણનો વસિયત છે. હું એ તમામ લોકોને અભિનંદન પાઠવું છું, જેઓ વન્યજીવ સંરક્ષણ માટેના વિવિધ સામૂહિક પ્રયાસોમાં સામેલ છે, જેમણે સાતત્યપૂર્ણ સહઅસ્તિત્વ માટેનો માર્ગ મોકળો કર્યો છે.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ghaziabad Train Derailment ટ્રેન અકસ્માત સાહિબાબાદ પાસે માલગાડીના ડબ્બા ખડી પડ્યા, દિલ્હી તરફ જતો વાહનવ્યવહાર પ્રભાવિત
Govt On Ethanol Blended Petrol એન્જિન ખરાબ થવાની વાતો અફવા? ઈથેનોલથી નુકસાનના કોઈ પુરાવા નથી – પાર્લામેન્ટમાં સરકારનો મોટો ખુલાસો
Cockroach Movement Parliament March દિલ્હીમાં મોટો સંગ્રામ, સોમવારે મોડી રાતથી જંતરમંતર પર ધામા, તણાવપૂર્ણ માહોલ
Cockroach Protest Farmer March Delhi ‘કોકરોચ આંદોલન’ વચ્ચે ખેડૂતોની દિલ્હી કૂચ શંભુ બોર્ડર પર ભારે તંગદિલી, સુરક્ષાચક્ર મજબૂત કરાયું
Exit mobile version