Site icon

Liquor Policy Case: જેલમાં બંધ મનીષ સિસોદિયાની રાહ થઈ લાંબી, સુપ્રીમ કોર્ટે જામીનની સુનાવણી રાખી મોકૂફ.. જાણો શું છે સમગ્ર મુદ્દો, વાંચો વિગતે..

Liquor Policy Case: સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી આવતા મહિના સુધી મુલતવી રાખી છે.

Liquor Policy Case: Manish Sisodia did not get relief from Supreme Court, bail hearing will be held on October 4

Liquor Policy Case: Manish Sisodia did not get relief from Supreme Court, bail hearing will be held on October 4

News Continuous Bureau | Mumbai 

Liquor Policy Case : સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) શુક્રવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ( Manish Sisodia ) જામીન ( Bail ) અરજી પર સુનાવણી 4 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. સિસોદિયાની આ વર્ષે ફેબ્રુઆરીમાં દારૂ કૌભાંડ કેસમાં ( liquor scam case )  ધરપકડ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્ટ શુક્રવાર અથવા અન્ય કોઈ દિવસે અરજીઓ પર સુનાવણી કરી શકે છે.

Join Our WhatsApp Community

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વતી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ નિયમિત જામીન પર દલીલ કરવા માટે 3 થી 4 કલાકનો સમય માંગ્યો હતો. સિંઘવીએ આ કેસને લઈને મીડિયામાં સતત પ્રકાશિત થઈ રહેલા સમાચાર સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેના પર જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે કોર્ટ આ અહેવાલો પર ધ્યાન આપતી નથી. ત્યારબાદ મામલો આગામી સુનાવણી સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

પત્નીને મળવા માટે જામીન માંગ્યા

સિંઘવીએ કહ્યું કે તેમણે બેન્ચને આ કેસની સુનાવણી 4 ઓક્ટોબરે કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે સુનાવણીમાં ઘણો સમય લાગી શકે છે. કેન્દ્રીય એજન્સીઓ વતી એડિશનલ સોલિસિટર એસ.વી. રાજુ કોર્ટમાં હાજર થયો હતો. મનીષ સિસોદિયાએ તેમની બીમાર પત્ની સીમાને મળવા માટે માનવતાના આધાર પર વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. સીમાની બગડતી સ્થિતિનું વર્ણન કરતા કેટલાક મેડિકલ રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ આવવા-જવાનું થયું મોંઘું, આ 5 જગ્યાએ કારથી લઈને ટ્રક સુધીનો વધ્યો આટલો ટોલ ટેક્સ.. જાણો સંપુર્ણ નવા દર.. વાંચો અહીં..

હાઈકોર્ટે જામીન નામંજૂર કર્યા હતા

આ પહેલા 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન પર કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે વચગાળાની રાહત અને જામીન અરજીઓ પર સુનાવણી માટે 4 સપ્ટેમ્બરે કેસની સૂચિબદ્ધ કરી હતી. સુપ્રીમ કોર્ટે જુલાઈમાં CBI અને EDને નોટિસ પાઠવી હતી, જેમાં તેમનો જવાબ માંગવામાં આવ્યો હતો. જ્યારે દિલ્હી હાઈકોર્ટે ( Delhi High Court ) સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કર્યો તો તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

3 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટની બેન્ચે મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બેન્ચે કહ્યું કે તે ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA) હેઠળ જામીન આપવા માટેની શરતોને પૂર્ણ કરી રહ્યો નથી.

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version