Site icon

Liquor scam case: મનીષ સિસોદિયાને ફરી મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી.. જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે….વાંચો વિગતે અહીં..

Liquor scam case: દિલ્હી લિકર કૌભાંડ કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમે કોર્ટે આજે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે…

Liquor scam case Big blow to Manish Sisodia again, Supreme Court rejects bail plea.. Know what the Supreme Court said....

Liquor scam case Big blow to Manish Sisodia again, Supreme Court rejects bail plea.. Know what the Supreme Court said....

News Continuous Bureau | Mumbai 

 Liquor scam case: દિલ્હી (Delhi) લિકર કૌભાંડ કેસ (Liquor Scam Case) માં જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા (Manish Sisodia) ને સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમે કોર્ટે આજે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય મુલત્વી રાખ્યો હતો, પરંતુ આજે જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની જામીન અરજી ફગાવી દીધી હતી.

Join Our WhatsApp Community

 

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને 6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સિસોદિયા ત્રણ મહિના પછી ફરી જામીન માટે આવી શકે છે પરંતુ ત્યાં સુધી તેમણે ટ્રાયલ પૂરો કરવો પડશે. ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતા કહ્યું છે કે 338 કરોડ રૂપિયાની મની ટ્રેલ સાબિત થઈ છે. મનીષ સિસોદિયાની ફેબ્રુઆરીમાં ઈડી (ED) અને સીબીઆઈ (CBI) દ્વારા લિકર પોલિસી મામલે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

સિસોદિયા પર ખાનગી કંપનીઓને લાભ આપીને લાંચ લેવાનો આરોપ…

તમને જણાવી દઈએ કે 17 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે CBI અને EDને પૂછ્યું હતું કે સિસોદિયા પર લાગેલા આરોપો પર હજુ સુધી ચર્ચા કેમ શરૂ નથી થઈ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો.

લિકર પોલિસી કેસમાં, સિસોદિયાને પહેલા CBI અને પછી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેઓ દિલ્હી એક્સાઇઝ વિભાગના પ્રભારી હતા. સિસોદિયા પર ખાનગી કંપનીઓને લાભ આપીને લાંચ લેવાનો આરોપ છે. અગાઉ સીબીઆઈએ એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે કેસ નોંધ્યો હતો અને સિસોદિયાને મુખ્ય આરોપી બનાવ્યા હતા. બાદમાં ઈડીએ પણ મની લોન્ડરિંગને લઈને કેસ નોંધ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Gujarat: શું ખરેખર કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં થયો છે વધારો? હાર્ટ એટેક મામલે મનસુખ માંડવિયાનું મહત્વનું નિવેદન.. જાણો શું કહ્યું માંડવિયાએ.. વાંચો વિગતે અહીં..

મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. 17 ઓક્ટોબરે જ્યારે તેની જામીન પર સુનાવણી થઈ ત્યારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. છેલ્લી સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમને આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તેને આરોપી બનાવવામાં આવ્યો છે.

 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version