Site icon

Passport: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું લિસ્ટ જાહેર! આ દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, જાણો ભારત-પાકિસ્તાન કયા સ્થાને

Passport: હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડેટા પર આધારિત છે. જે 199 વિવિધ દેશો અને 227 પ્રવાસ સ્થળોના પાસપોર્ટને આવરી લે છે. રેન્કિંગમાં આવવા માટે છેલ્લા 19 વર્ષના રેકોર્ડનો અભ્યાસ કરવામાં આવે છે.

List of the world's most powerful passports announced! Passport of this country is the most powerful, know where India-Pakistan

List of the world's most powerful passports announced! Passport of this country is the most powerful, know where India-Pakistan

News Continuous Bureau | Mumbai  

Passport: હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર કરવામાં આવી છે જેમાં ફ્રાન્સે ટોચનું સ્થાન મેળવ્યું છે. ફ્રેન્ચ પાસપોર્ટ ( French passport) ધારકો 194 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવે છે કે તે સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ ( Indian passport ) એક સ્થાન સરકીને 85માં સ્થાને આવી ગયો છે.  

Join Our WhatsApp Community

દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તે વિઝા ફ્રી એક્સેસના ( Visa free access ) આધારે હેનલી ઈન્ડેક્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે જે દેશનો પાસપોર્ટ મોટાભાગના દેશોમાં વિઝા વિના મુસાફરી કરવા માટે વાપરી શકાય છે તે દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત હોય છે.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ( Henley Passport Index 2024 ) ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ( IATA ) ના ડેટા પર આધારિત છે. જે 199 વિવિધ દેશો અને 227 પ્રવાસ સ્થળોના પાસપોર્ટને આવરી લે છે. રેન્કિંગમાં આવવા માટે છેલ્લા 19 વર્ષના રેકોર્ડનો અભ્યાસ કરવામાં આવે છે. આ રેન્કિંગ દર મહિને અપડેટ કરવામાં આવે છે. તે તમામ સ્વતંત્ર દેશોના નાગરિકો માટે વૈશ્વિક ધોરણ તરીકે ગણવામાં આવે છે.

વર્ષ 2022માં ભારતીય પાસપોર્ટ 87મા ક્રમે હતો…

ભારતના પાસપોર્ટના રેન્કિંગમાં આ ઘટાડા માટે કેટલાક અન્ય દેશોના પાસપોર્ટની મજબૂતાઈ જવાબદાર છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની અગાઉની આવૃત્તિમાં, ભારતીય પાસપોર્ટ 62 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે 80માં ક્રમે હતો. આ વખતે પણ વિઝા ફ્રી દેશોની સંખ્યા માત્ર 62 છે, પરંતુ રેન્કિંગ ઘટીને 85 થઈ ગયું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની છેલ્લી આવૃત્તિ જાન્યુઆરીમાં બહાર આવી હતી.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર, વર્ષ 2022માં ભારતીય પાસપોર્ટ 87મા ક્રમે હતો. તે પછી, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 માં ભારતીય પાસપોર્ટની મજબૂતાઈ વધી અને તે 80માં સ્થાને પહોંચી ગયું હતું. જેમાં હવે જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024માં પણ ભારત 80મા ક્રમે હતું. જો કે, હવે તે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 ક્વાર્ટર-2માં 85માં ક્રમે આવી ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  Indian General Election 2024 :કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા, હવે ડઝનબંધ સાંસદો અને 40 ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં, ચર્ચાનું બજાર ગરમ.

સૌથી પાવરફુલ પાસપોર્ટની વાત કરીએ તો હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ પ્રમાણે ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન ટોપ પર છે. આ દેશોના પાસપોર્ટ ધારકો વિઝા વિના 194 દેશોની મુલાકાત લઈ શકે છે. જે બાદ ફિનલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્વીડન અને દક્ષિણ કોરિયાનો નંબર આવે છે. જેમાં 193 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ છે. ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, યુકે અને લક્ઝમબર્ગના પાસપોર્ટ 192 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે.

સૌથી નબળા પાસપોર્ટ ડોમિનિકા, હૈતી, માઇક્રોનેશિયા, કતાર, સેન્ટ વિન્સેન્ટ, ત્રિનિદાદ અને ટોબેગો અને વનુઆતુ જેવા દેશોના છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ઈરાક, સીરિયા અને અફઘાનિસ્તાનના પાસપોર્ટ પણ નીચા સ્થાને છે. પાડોશી દેશ પાકિસ્તાનનો પાસપોર્ટ દુનિયાનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ છે.

 

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version