Site icon

જમ્મુ-કાશ્મીરમાં મળ્યો 59 લાખ ટન લિથિયમનો ભંડાર, મોબાઈલ-લેપટોપની બેટરી બનાવવામાં આવે છે કામ

દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. લિથિયમ ભંડારની આ પહેલી જગ્યા છે, જેની રિયાસી જિલ્લામાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા ઓળખવામાં આવી છે

Lithium reserves found in Jammu and Kashmir for first time, says India govt

જમ્મુ-કાશ્મીરમાં મળ્યો 59 લાખ ટન લિથિયમનો ભંડાર, મોબાઈલ-લેપટોપની બેટરી બનાવવામાં આવે છે કામ

News Continuous Bureau | Mumbai

દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. લિથિયમ ભંડારની આ પહેલી જગ્યા છે, જેની રિયાસી જિલ્લામાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા ઓળખવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલ ફોન જેવા ઉપકરણોની બેટરીમાં વપરાતું લિથિયમ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. હવે રિયાસી જિલ્લામાં તેનો ભંડાર મળી આવતા દેશની આયાત પરની નિર્ભરતા ઘટશે.

Join Our WhatsApp Community

જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં 5.9 મિલિયન ટનના લિથિયમ અનુમાનિત સંસાધનો સ્થાપિત કર્યા છે. લિથિયમ એ નોન-ફેરસ મેટલ છે જેનો ઉપયોગ મોબાઇલ ફોન, લેપટોપ, ડિજિટલ કેમેરા અને ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જેબલ બેટરીમાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ રમકડાં અને ઘડિયાળો માટે પણ થાય છે. હાલમાં ભારત લિથિયમ માટે સંપૂર્ણપણે અન્ય દેશો પર નિર્ભર છે.

ખાણ સચિવ વિવેક ભારદ્વાજે કહ્યું, “દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં લિથિયમ ભંડારની શોધ કરવામાં આવી છે.” તેમણે કહ્યું, “મોબાઈલ ફોન હોય કે સોલાર પેનલ, દરેક જગ્યાએ મહત્ત્વપૂર્ણ ખનિજોની જરૂર હોય છે. દેશ માટે આત્મનિર્ભર બનવા માટે મહત્ત્વપૂર્ણ ખનીજો શોધીને તેને સંસાધિત કરવા ખૂબ જ જરૂરી છે.”

આ સમાચાર પણ વાંચો :  ફટકો / PNB અને બેંક ઓફ બરોડાએ આપ્યો ઝાટકો, વિચારવા પર મજબૂર થઈ જશો તમે

તેમણે એમ પણ કહ્યું કે જો સોનાની આયાત ઓછી કરવામાં આવે તો આપણે આત્મનિર્ભર બની જઈશું. 62મી સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડ (CGPB)ની બેઠક દરમિયાન લિથિયમ અને ગોલ્ડ સહિત 51 મિનરલ બ્લોક્સ પરનો અહેવાલ રાજ્ય સરકારોને સોંપવામાં આવ્યો.

11 રાજ્યોમાં મળ્યા ખનિજ સંસાધનો

ખાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ 51 મિનરલ બ્લોક્સમાંથી 5 બ્લોક સોના સાથે સંબંધિત છે. આ સિવાય પોટાશ, મોલિબડેનમ, બેઝ મેટલ્સ સાથે સંકળાયેલા છે. આ ધાતુઓ 11 રાજ્યોના અલગ-અલગ જિલ્લાઓમાં મળી છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર (UT), આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.”

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Exit mobile version