ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
સંસદનું શિયાળુસત્ર આજથી શરૂ થયું છે અને ધારણા મુજબ જ હોબાળા સાથે એની શરૂઆત થઈ છે.
નવા સાંસદોના શપથ લીધા બાદ વિપક્ષે લોકસભામાં હંગામો શરૂ કર્યો છે.
વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ અને અન્ય પક્ષો ખેડૂતોના મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
