Site icon

Lok Sabha Election 2024 : મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત આ ૧૨ દસ્તાવેજો પણ રહેશે માન્ય

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

Lok Sabha Election 2024 Apart from Voter Photo Identity Card-EPIC, these 12 documents will also be valid for voting

Lok Sabha Election 2024 Apart from Voter Photo Identity Card-EPIC, these 12 documents will also be valid for voting

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024:  લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદાન ( voting ) કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.      

Join Our WhatsApp Community

       રાજ્યની ૨૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ( Voter Photo Identity Card-EPIC ) રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ ( documents ) રજૂ કરી મતદાન કરી શકાશે. 

                આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઈ દ્વારા ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઈન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઈસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો : Adani Wilmar: આનંદના રંગોને વધાવો, હોળી સાથે ફોર્ચ્યુનની ફેસ્ટિવ જર્ની માણો; અદાણી વિલમરનું નવુ કેમ્પેઈન #ફોર્ચ્યુનવાલીહોલી શરૂ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version