News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ( CEC ) એ લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે રવિવારે ફરી બેઠક કરશે. જેમાં પાર્ટી ( BJP ) બીજી યાદીમાં ઓછામાં ઓછા 150 ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા બે દિવસ દરમિયાન રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, હરિયાણા સહિત આઠ રાજ્યોના કોર ગ્રૂપ સાથે ચર્ચા કરીને મોટાભાગની સીટો માટેના નામ નક્કી કરવામાં આવ્યા છે. CECની બેઠક પહેલા મહારાષ્ટ્ર અને બિહારના કોર ગ્રૂપની બેઠક થશે.
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદીમાં 150 નામોનો સમાવેશ કર્યો છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર અને બિહારની મોટાભાગની બેઠકો માટેના ઉમેદવારોના ( candidates ) નામ સામેલ થવાની ધારણા છે. આ પહેલા ભાજપે પોતાની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં સીટો પર ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા હતા.
પાર્ટી હાઈકમાન્ડ દરેક સીટ પર નેશનલ કોર કમિટી ( National Core Committee ) સાથે મંથન કરી રહ્યું છે..
ઉલ્લેખનીય છે કે, બુધવારથી જ પાર્ટી હાઈકમાન્ડ દરેક સીટ પર નેશનલ કોર કમિટી સાથે મંથન કરી રહ્યું છે. અત્યાર સુધી રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાની કોર કમિટીઓ સાથે બેઠકો થઈ ગઈ છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્ર પર પણ પ્રાથમિક ચર્ચા થઈ રહી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકોમાં લગભગ 150 સીટો માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં હાલ મહિલાઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: આજે આવશે કોંગ્રેસની પ્રથમ યાદી! ભૂપેશ બઘેલ ચૂંટણી લડશે નિશ્ચિત, રાહુલ ગાંધી પણ ચૂંટણીના મેદાનમાં..
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં પાર્ટીએ નાંદેડથી અશોક ચવ્હાણની ભત્રીજી મીનલ ખટગાંવકર, ધુલે સીટથી ધરતી દેવરે, જલગાંવ સીટથી સ્મિતા વાઘલનો સમાવેશ કર્યો છે. તો ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની પુત્રીને તક આપે તેવી શક્યતા છે. ભાજપના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજન અને અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાને પણ આ ઉમેદવાર યાદીમાં તક આપવામાં આવી શકે છે.