News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024 : ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભા ચુંટણી-૨૦૨૪ ના અનુસંધાને મતદાતાઓ માટે ‘Know Your Candidate’ (KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. KYC ની મદદથી ભારતનો કોઈ પણ મતદાર પોતાના મતવિસ્તારના ચૂંટણી ઉમેદવાર વિશે વિવિધ માહિતી સરળતાથી મેળવી શકશે. આ એપ્લીકેશનની મદદથી કોઈપણ ઉમેદવારના ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો તથા ઉમેદવારના ક્રિમીનલ રેકોર્ડની પણ માહિતી વિશે જાણી શકાશે.
કેવી રીતે કામ કરે છે ‘Know Your Candidate’ (KYC) એપ્લીકેશન?
સોપ્રથમ તો એન્ડ્રોઈડ યુઝરે ગુગલ પ્લે સ્ટોર અને આઈઓએસ યુઝરે એપલ એપ સ્ટોર પર જઈ એપ સર્ચ બોક્ષમાં Know Your Candidate કીવર્ડ ટાઈપ કરવું. એટલે તરત જ કેવાયસી-ઈસીઆઈ નામ સાથેની ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા બનાવેલ એપ્લીકેશન તમારી સામે આવી જશે. આ ડાઉનલોડ કર્યા બાદ એપ્લીકેશન ચાલું કરતા જ પ્રોસીડ બટન પર ક્લીક કરવું. એટલે યુઝર સમક્ષ એક ઈન્ટરફેસ ઓપન થશે. જેમાં કોઈ પણ ઉમેદવારને તેના નામ દ્વારા અથવા મતવિસ્તારની વિગતોને આધારે શોધી શકાશે.
આ સમાચાર પણ વાંચો : shaitaan: ડરવા માટે થઇ જાઓ તૈયાર, થિયેટર બાદ હવે ઓટીટી પર ધમાલ મચાવવા આવી રહી છે શૈતાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ
ગુનાહિત ઈતિહાસ ધરાવનાર ઉમેદવારોની કુલ સંખ્યા પણ મેળવી શકાશે
આ એપમાં જે તે ઉમેદવાર તેના ફોટો સાથે યુઝર સમક્ષ બતાવવામાં આવશે, જેમા તેની પાર્ટીનું નામ, આવેદન સ્ટેટસ અને મતવિસ્તારના નામની માહિતિ બતાવવામાં આવશે. સાથે જ આ વિગતોની નીચે એક ગ્રીન કલરની લાઈનમાં ‘Criminal Antecedents’ (ગુનાહિત ઈતિહાસ) લખેલું હશે. જો ‘Criminal Antecedents’ સામે ‘No’ હોય તો તેનો અર્થ છે કે ઉમેદવારનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને જો ક્રિમિનલ એન્ટેસિડન્ટ્સ સામે ‘Yes’ લખેલું હોય તો તેનો અર્થ છે કે ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. KYC એપ દ્વારા ‘Yes’ વાળા ઉમેદવાર પર ક્લિક કરીને તેના ક્રિમિનલ રેકોર્ડ વિશે વધુ વિગતે જાણકારી શકશે. ઉપરાંત, આ એપ્લિકેશનની મદદથી નામાંકન કરનાર કુલ ઉમેદવારો અને તેમાંથી ગુનાહિત ઈતિહાસ ધરાવનાર ઉમેદવારોની કુલ સંખ્યા પણ મેળવી શકાશે.
ઉમેદવારોની સંપતિ અને દેવા વગેરેની વિગતો પણ આ KYC એપના માધ્યમથી ઉપલબ્ધ થશે, જેથી મતદારોને કોઈ ઉમેદવારોની બેનામી સંપતિ કે ભ્રષ્ટાચાર વિશે આકલન કરવાની સમજણ ઉભી થશે.
નોંધનીય છે કે ભારતના ચુંટણી પંચની જોગવાઈ મુજબ ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ આ માહિતી ત્રણ વખત ટેલિવિઝન પર અખબારોમાં પ્રકાશિત કરવી અથવા જાહેર કરવી જરૂરી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.