News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: દેશભરમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પણ તેની જોરદાર તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણીની વાત કરીએ તો તમામ રાજકીય પક્ષો પણ તેમના ચૂંટણી પ્રચાર અને ઉમેદવારોના નામાંકનમાં હાલ વ્યસ્ત છે.
આ બધાની વચ્ચે ચૂંટણી પંચ ( Election Commission ) લોકોને મતદાન કરવા માટે સતત પ્રેરિત કરી રહ્યું છે અને અનોખી રીતે જાગૃતિ ફેલાવી રહ્યું છે. આ જ સંદર્ભે હવે ભારતના ચૂંટણી પંચે એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં ચેન્નાઈમાં 6 સ્કુબા ડાઈવર્સ ( Scuba divers ) અનોખી રીતે મતદાર માટે મતદાતાઓમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.
#WATCH | Election Commission of India tweets “In a unique voter awareness initiative, scuba divers in Chennai dove into the sea, enacting the voting process sixty feet underwater in Neelankarai.”
(Source: ECI) pic.twitter.com/flnD09EPMf
— ANI (@ANI) April 12, 2024
EVM મશીનને 60 ફૂટ ઊંડા દરિયામાં ઉતાર્યું અને ત્યાં પોતાનો મત આપ્યો..
ચૂંટણી મતદાન અંગે જાગૃતિ ( Voting Awareness ) લાવવા માટે, એક ડાઇવરે ડમી EVM મશીનને ( EVM machine ) 60 ફૂટ ઊંડા દરિયામાં ઉતાર્યું અને ત્યાં પોતાનો મત આપ્યો. આ અભિયાનનો હેતુ દેશભરના લોકોને તેમના ચૂંટણી અધિકારો વિશે માહિતગાર કરવાનો છે.
આ સમાચાર પણ વાંચો : Bombay High Court order on Gujara Bhatta: પત્નીએ બેરોજગાર પતિને ભરણપોષણ આપવું જોઈએ, બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ..
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 543 લોકસભા સીટો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે દેશના ઘણા શહેરોમાં મતદાન થશે. અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે અને 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)