Site icon News Continuous Bureau | Mumbai

Lok sabha Election 2024 : આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારો માટે સુરત શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

Lok sabha Election 2024 : ઇવીએમ ડેમોસ્ટ્રેશન સેન્ટર(EDC) તેમજ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વેન્સ(MDV) મારફતે મતદારોને EVM-VVPATના ઉપયોગ અંગે માહિતગાર કરાશે

EVM and VVPAT awareness program will be held in various areas of Surat city-district

EVM and VVPAT awareness program will be held in various areas of Surat city-district

News Continuous Bureau | Mumbai

 Lok sabha Election 2024 : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારોને ઇવીએમ અને વીવીપેટ અંગે જાગૃત કરવાના ઉદ્દેશસહ સુરત શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ (Awareness Programme ) યોજાશે. જેમાં ઇવીએમ ડેમોસ્ટ્રેશન સેન્ટર (EDC) તેમજ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વેન્સ (MDV) મારફતે મતદારોને EVM–VVPATના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, ચોર્યાસી, બારડોલી, પલસાણા, મહુવા અને કામરેજ તાલુકાઓની તેમજ અડાજણ, ઉધના, મજુરા અને વાલોદની મામલતદાર ઓફિસ, સબ રજીસ્ટ્રારશ્રીની કચેરી ઉધના-સી-બ્લોક-બહુમાળી મકાન, ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી- શાખા નં ૪-એ/બ્લોક-પાંચમો માળ-બહુમાળી મકાન, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી-ત્રીજો માળ-જિલ્લા સેવા સદન-૨, જનસેવા કેન્દ્ર-ભાતની વાડી-મીની બજાર, SMC East Zone-એફિલ ટાવર પાસે-મ વરાછા, SMC આયોગ્ય કેન્દ્ર-રચના સર્કલ પાસે, ડી.આઇ.એલ.આર.ની કચેરી- સી/બ્લોક-પહેલો માળ-બહુમાળી મકાન, જનસેવા કેન્દ્ર-અઠવાલાઇન્સ-મામલતદાર ઓફિસ મજુરાની બાજુમા, બી/બ્લોક-ગ્રાઉન્ડ ફ્લોર-કલેકટર કચેરી-સુરત ખાતેની કચેરીઓ પૈકી આપના નજીકના વિસ્તારની કચેરીની મુલાકાત લઇ EVM-VVPATના નિદર્શનમાં ભાગ લઇ ઇવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર બનવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

ED Attaches Unity Infraprojects Assets બેંક લોન ફ્રોડમાં મોટી માછલીઓ પર તવાઈ ED એ યુનિટી ઇન્ફ્રાપ્રોજેક્ટ્સની ₹૮૫.૨૦ કરોડની સંપત્તિ કરી જપ્ત!
Amit Shah Security Review Meeting ગૃહ મંત્રાલયની મેગા સિક્યોરિટી રિવ્યુ મીટિંગ IB ચીફ, પેરામિલિટ્રી ડીજી અને રાજ્ય પોલીસ વડાઓ સાથે દેશની આંતરિક સુરક્ષા પર મંથન
BJP Attacks Rahul Gandhi Over Rally સાથી પક્ષો પણ સાથે નથી, તો આ જીદ કોના માટે? ૧ નવેમ્બરની રેલી મામલે ભાજપનો મોટો પ્રહાર શું ઇન્ડિયા ગઠબંધનમાં પડી ગઈ છે તિરાડ?
Sonia Gandhi Rajiv Gandhi Love Story રેસ્ટોરન્ટથી શરૂ થઈ હતી રાજીવ ગાંધી સાથેની લવ સ્ટોરી સોનિયા ગાંધીએ ખુદ સંભળાવી પ્રેમકહાની!
Exit mobile version