Lok Sabha Election 2024: દિલ્હીના રામલીલા મેદનમાં INDIA ગઠબંધનની લોકતંત્ર બચાવો રેલી આયોજન, કેજરીવાલની પત્ની પણ લેશે ભાગ.

Lok Sabha Election 2024: વિપક્ષની લોકશાહી બચાવો રેલીને કોંગ્રેસ પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે

by Hiral Meria
Lok Sabha Election 2024 INDIA Alliance's loktantra bachao rally organized in Delhi's Ramlila Maidan, Kejriwal's wife will also participate.. know details..

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે અને તમામ પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારમાં હાલ વ્યસ્ત છે. જો કે, આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી પક્ષોના INDIA ગઠબંધન ( INDIA Coalition ) દ્વારા એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિપક્ષી દળોના અનેક અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષી ગઠબંધને આ રેલીને ‘લોકશાહી બચાવો રેલી’ નામ આપ્યું છે. આ રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ ભાગ લીધો હતો. 

વિપક્ષની લોકશાહી બચાવો રેલીને ( loktantra bachao rally ) કોંગ્રેસ પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે. કોંગ્રેસે એક નિવેદન આપતા કહ્યું હતું કે, રવિવારે યોજાનારી રેલી લોક કલ્યાણ માર્ગ (જ્યાં વડા પ્રધાનનું નિવાસસ્થાન આવેલું છે)ને “મજબૂત સંદેશ” મોકલશે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વવાળી સરકારનો “સમય હવે પૂરો થઈ ગયો છે.”

 આ રેલીને લોકશાહી રેલી નામ આપવામાં આવ્યું છે..

આ મેગા રેલીમાં સોનિયા ગાંધી ( Congress ), એમ ખડગે (કોંગ્રેસ), રાહુલ ગાંધી (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી), ઉદ્ધવ ઠાકરે (યુબીટી), આદિત્ય ઠાકરે (યુબીટી), અખિલેશ યાદવ (એસપી), તેજસ્વી યાદવ (આરજેડી) રામલીલા મેદાન ખાતે.), ડેરેક ઓ’બ્રાયન (TMC), ટી શિવા (DMK), ફારૂક અબ્દુલ્લા (NC), ચંપાઈ સોરેન (JMM), કલ્પના સોરેન (JMM), સીતારામ યેચુરી (CPM), ડી રાજા (CPI), દિપાંકર ભટ્ટાચાર્ય (CPI- ML), જી દેવરાજન (ફોરવર્ડ બ્લોક) ઉપસ્થિત રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Devendra Fadnavis on Rahul Gandhi : જો રાહુલ ગાંધી ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ જોવા આવશે તો હું આખું થિયેટર બુક કરાવીશઃ દેવેન્દ્ર ફડણવીસ.. જુઓ વિડીયો…

દિલ્હીના રામલીલા મેદાનમાં ( Ramlila Maidan ) આયોજિત વિપક્ષી ગઠબંધનની રેલીમાં શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન સરકાર પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે સરકાર એક વ્યક્તિ અને એક પક્ષ દ્વારા ચલાવી શકાય નહીં. આપણે મિશ્ર સરકાર બનાવવી પડશે. તેમણે કહ્યું કે આખો દેશ કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલની સાથે છે. બીજેપીને લાગતું હશે કે અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડ કરવાથી લોકો ડરી જશે પરંતુ તેમણે આ દેશવાસીઓને તાકાતની ઓળખ નથી હજી..

અગાઉ એવું માનવામાં આવતું હતું કે રામલીલા મેદાનની આ રેલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આયોજિત રેલી તરીકે રજૂ કરવામાં આવી શકે છે. જો કે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે આ કોઈ ખાસ વ્યક્તિની રેલી નથી. આથી જ આ રેલીને લોકશાહી બચાવો રેલી કહેવામાં આવી રહી છે. આ કોઈ એક પાર્ટીની રેલી નથી, લગભગ 27-28 પાર્ટીઓ આ રેલીમાં સામેલ થશે. આ રેલીમાં INDIA ગઠબંધનના તમામ ઘટકો ભાગ લેશે.

આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે સુનીતા કેજરીવાલ ( Sunita Kejriwal ) રામલીલા મેદાનની રેલીમાં ભાગ લેશે. રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

You may also like