News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે કોણ જીતશે અને કઈ પાર્ટીને કેટલી સીટો મળશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. એક તરફ ભાજપ 370 અને 400ને પાર કરવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેના આશાસ્પદ નિવેદન મુજબ કોંગ્રેસ આશ્ચર્યજનક પરિણામો લાવશે. જોકે 4 જૂને જે વાસ્તવિક ચિત્ર સામે આવશે તે શું હશે? રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે આ અંગે ભવિષ્યવાણી કરી છે.
Lok Sabha Election 2024: પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી
મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં જન સૂરજ પાર્ટીના વડાએ ભવિષ્યવાણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને બીજી જીત અપાવી શકે છે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે ભગવા પાર્ટીની બેઠકોની સંખ્યા 2019ની 303 બેઠકોની નજીક અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.
Lok Sabha Election 2024: 4 જૂને કોની સરકાર બનશે?
રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના મતે મોદી સરકાર સત્તામાં પરત ફરશે. તેમના મતે દેશમાં મોદી વિરોધી લહેર જોવા મળી રહી નથી. મોદીના નામે ભાજપ આ ચૂંટણી જીતવા જઈ રહ્યું છે. તેઓને છેલ્લી ચૂંટણી જેટલી જ બેઠકો મળી શકે છે અથવા તેમનું પ્રદર્શન પહેલા કરતા થોડું સારું હોઈ શકે છે. પીકેએ આગળ કહ્યું કે ભલે લોકો ભાજપ સરકાર સામે નિરાશ અથવા ગુસ્સે હોય, પરંતુ મોદી સરકારને હટાવવા પર કોઈ વ્યાપક ગુસ્સો નથી..
Lok Sabha Election 2024: મોટાભાગના રણનીતિકારો ભાજપની જીતની આગાહી કરી
તેમણે કહ્યું, પીકેએ કહ્યું કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ચૂંટણી વિશ્લેષકોએ આગાહી કરી હતી કે ભાજપને 272થી વધુ બેઠકો નહીં મળે. આ વખતે આગાહીઓ ભાજપની તરફેણમાં છે. ભાજપે સીટોનો ટાર્ગેટ 272 સીટોથી બદલીને 370 કર્યો છે. તેમની રણનીતિના કારણે જ મોટાભાગના રણનીતિકારો ભાજપની જીતની આગાહી કરી રહ્યા છે.
ભાજપના 370 બેઠકોના લક્ષ્યાંક અને એનડીએના 400થી વધુના લક્ષ્યાંક અંગેના પ્રશ્નના જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, જો ભાજપ 275 બેઠકો જીતશે તો શું તેના નેતાઓ કહેશે કે અમે સરકાર નહીં બનાવીએ કારણ કે અમે 370નો દાવો કર્યો હતો? તેથી, આપણે જોવાની જરૂર છે કે શું તેઓ 272 નો બહુમતીનો આંકડો મેળવે છે.. જેઓ કોમેન્ટ કરી રહ્યા છે તેઓ આમ કરતા રહેશે. પરંતુ મને કોઈ ખતરો દેખાતો નથી અને એનડીએ ફરી સત્તામાં આવી આવશે તેવું લાગે છે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election : ધારા 370 નાબૂદી ની અસર, જમ્મુ-કાશ્મીરની આ સીટ પર થયું રેકોર્ડબ્રેક મતદાન; જાણો આંકડા
Lok Sabha Election 2024: પૂર્વ-દક્ષિણમાં ભાજપ ચોંકાવશે ?
પીકે કહે છે કે પૂર્વ અને દક્ષિણમાં જ્યાં લગભગ 225 બેઠકો છે. હાલમાં આ રાજ્યોમાં ભાજપ પાસે 50થી ઓછી બેઠકો છે. જો કે અગાઉ આ સ્થળોએ ભાજપનું પ્રદર્શન સારું ન રહ્યું હોય, પરંતુ આ ચૂંટણીમાં ઓડિશા, તેલંગાણા, બિહાર, આંધ્ર, બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ જેવા દક્ષિણ-પૂર્વીય રાજ્યોમાં ભાજપની બેઠકો ઘટવાને બદલે વધશે. અહીં પાર્ટીને કુલ બેઠકોમાંથી 15-20 બેઠકોનો ફાયદો થતો જણાય છે.
રસપ્રદ વાત એ છે કે, પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંગળવારે આપેલા નિવેદન બાદ તરત જ આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના દરેક તબક્કા પૂર્ણ થવાની સાથે જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર બહાર જઈ રહી છે અને 4 જૂને ઈન્ડિયા બ્લોક આવી રહ્યો છે.. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈન્ડિયા બ્લોક દેશને એક સ્થિર સરકાર આપશે.