News Continuous Bureau | Mumbai
Lok sabha Election 2024: હાલ દેશમાં 18મી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે NOTAને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હીના રહેવાસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને NOTAને ઉમેદવાર તરીકે ગણવા અને બિનહરીફ ચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ પણ આ અરજી પર સુનાવણી કરવા તૈયાર છે, કારણ કે તેણે ચૂંટણી પંચ ( EC ) ને નોટિસ ( SC Sent Notice to ec ) પાઠવી છે.
Lok sabha Election 2024: NOTAને પણ ઉમેદવાર ગણવાની માગ
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે NOTAને પણ ઉમેદવાર ગણવામાં આવે અને જો NOTAને મહત્તમ મત મળે તો તે બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી જોઈએ. આ મામલે અરજદાર દ્વારા સુરતનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાતની સુરત લોકસભા બેઠક પર આવી ઘટના જોવા મળી હતી, જેમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ મતદાન પહેલા જ જીતી ગયા હતા. કારણ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર થયું હતું. દરમિયાન બાકીના અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. હાલમાં આના આધારે NOTAનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
Lok sabha Election 2024: ઓછા વોટ મળે તો NOTA પર પ્રતિબંધ મૂકવાની માંગ
આ અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો કોઈ અન્ય ઉમેદવાર નામાંકન ન ભરે અથવા પોતાનું નામ પાછું ખેંચે તો પણ તેને બિનહરીફ જાહેર કરવામાં ન આવે, કારણ કે ચૂંટણી સમયે EVMમાં NOTAનો વિકલ્પ પણ હોય છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે જો કોઈ ઉમેદવારને NOTA કરતા ઓછા વોટ મળે તો તેના પર 5 વર્ષ સુધી કોઈપણ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. NOTA ને પણ કાલ્પનિક ઉમેદવાર તરીકે પ્રમોટ કરવું જોઈએ.
Lok sabha Election 2024: NOTA એટલે શું ?
NOTA એટલે None of the Above આનો અર્થ છે કે ‘ઉપરમાંથી કોઈ નહીં’ એ મતદાનનો વિકલ્પ છે જેનો ઉપયોગ ચૂંટણીના મેદાનમાં ઊભેલા કોઈપણ ઉમેદવારને પ્રાધાન્ય ન આપવા માટે થાય છે. સરળ ભાષામાં કહીએ તો, જો કોઈ મતદાર ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને સમર્થન આપવા માંગતા ન હોય, તો તેની પાસે NOTA પસંદ કરવાનો વિકલ્પ છે. આ મતોની ગણતરી પણ ચૂંટણી પરિણામો દરમિયાન કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : EVM ને સુપ્રીમ ક્લીન ચિટ…VVPAT-EVMથી 100% વેરિફિકેશનની માંગ કરતી તમામ અરજીઓ ફગાવી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
વર્ષ 2013 માં NOTA સંસદ, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સહિત તમામ સ્તરની ચૂંટણીઓમાં રજૂ કરવામાં આવી હતી. 2013ના સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ EVMમાં NOTA ઉમેરવામાં આવ્યું હતું. ‘પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વિ યુનિયન ઓફ ઈન્ડિયા’ કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે NOTA નો વિકલ્પ પણ લોકોને મતદાન માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ. જો કે, NOTA એ નકારવાના અધિકાર માટે નથી. આ અંગે કાયદો કહે છે કે જો NOTA ને વધુ મત મળે તો પણ તેનું કોઈ કાયદાકીય પરિણામ નથી. મતલબ કે જે ઉમેદવાર પ્રથમ સ્થાને છે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.