News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી હવે થોડા સમયમાં આવવાની છે અને તેમાં કેટલાક મોટા નામો સિવાય, કેટલીક મુશ્કેલ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરવા પાછળ ભાજપની ( BJP ) રણનીતિ પ્રચાર માટે સમય મેળવવાનો છે. દરમિયાન, એવી ચર્ચા છે કે ભાજપના 70 થી 80 જેટલા સાંસદો ( MPs ) છે. જેમને પાર્ટી તરફ ફરી ટિકિટ મળશે કે નહીં તેના પર શંકા છે. પાર્ટી હાલ આવા સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે અને તેમની જીતવાની શક્યતાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ હાજર રહેશે. આ બેઠકમાં વિચારમંથન બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની ટોચની રણનીતી અને આગળની વ્યુહરચના બનાવવા માટે અત્યાર સુધીમાં યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઉત્તરાખંડ, ત્રિપુરા અને કેટલાક અન્ય રાજ્યોના નેતાઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકમાં કયા નવા ઉમેદવારોને તક આપવી અને ક્યાં ઉમેદવારોનું પુનરાવર્તન ન કરવું તે અંગે વિચાર-મંથન કરવામાં આવી રહ્યું છે. તેમજ સૂત્રોનું કહેવું છે કે, રાજ્યોમાંથી દરેક સીટ માટે ત્રણ ઉમેદવારોના નામ મોકલવામાં આવ્યા છે. હવે આ નામો પર કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં ( Central Election Committee ) ચર્ચા થશે અને ત્યારબાદ જ તે નામોની જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આમાં લગભગ 80 સાંસદો એવા હશે જેમને ફરીથી ચૂંટણી લડવાની તક નહીં મળે.
જેમની ઉંમર 70 વર્ષથી વધુ છે તેમની પણ ટીકીટ કપાઈ શકે છે…
આ સાંસદોમાં 70 વર્ષથી વધુ ઉંમરના ઘણા હશે. આ સિવાય કેટલાક એવા પણ છે, જેમનું પ્રદર્શન નબળું રહ્યું છે. જો કે, જેપી નડ્ડા અને અમિત શાહ ભૂતકાળમાં ઘણી બેઠકો કરી ચૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે સાંસદના ઉમેદવારોની યાદીમાં ( candidate list ) જે નેતાઓના નામ મોકલવામાં આવ્યા છે. તેમાં શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. આ સિવાય રાજસ્થાનના પૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડનું નામ પણ સામેલ છે. એવા અહેવાલ છે કે તાજેતરમાં જ વિધાનસભામાં ઉતારવામાં આવેલા સાંસદોને લોકસભામાં બીજી તક નહીં મળે. તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Rajasthan: બેથી વધુ બાળકો હોય તો સરકારી નોકરી આપવાનો ઇનકાર કરવો ભેદભાવપૂર્ણ નથીઃ સુપ્રીમ કોર્ટ..
તેમજ યુપીમાં સંતોષ ગંગવાર, રીટા બહુગુણા જોશી સહિત ઘણા નેતાઓની ટિકિટ કાપવામાં આવી શકે છે, જેમની ઉંમર 70 વર્ષથી વધુ છે તેમની પણ ટીકીટ કપાઈ શકે છે. આ સિવાય કેટલાક સાંસદો પણ બહાર થઈ શકે છે, જેઓ સતત એક જ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. પાર્ટીને લાગે છે કે આવી સીટો પર એન્ટી ઇન્કમ્બન્સી તૈયાર કરે છે. આવી સ્થિતિમાં, તેની ભરપાઈ કરવા માટે આવી બેઠકો પર ચહેરો બદલવો જોઈએ. એવી ચર્ચા છે કે ભાજપ પ્રથમ યાદીમાં કુલ 160 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.