News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 195 નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસ ( Congress ) પણ લોકસભા ચૂંટણી માટે તેની પ્રથમ ઉમેદવારોની યાદી ( candidates List ) જાહેર કરવા જઈ રહી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (7 માર્ચ 2024) મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ઘણા ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે અને આજે (8 માર્ચ 2024) કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી શકે છે.
ભાજપની જેમ કોંગ્રેસની ( Congress Central Election Committee ) પ્રથમ યાદીમાં પણ અનેક મોટા દિગ્ગજોના નામ સામેલ થશે. માનવામાં આવે છે કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ( Rahul Gandhi ) નામ કોંગ્રેસની પ્રથમ યાદીમાં હશે અને તેઓ વાયનાડથી ચૂંટણી લડી શકે છે. હાલ રાહુલ ગાંધી વાયનાડથી જ સાંસદ છે. રાહુલ ગાંધી સિવાય પાર્ટીએ પ્રથમ યાદીમાં લગભગ 40 નામોને મંજૂરી આપી છે.
કોંગ્રેસ ફરીથી કેરળના તમામ સાંસદોને ટિકિટ આપી શકે છે. ..
કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે 40 ઉમેદવારોના નામ સામેલ થઈ શકે છે. તેમાં તિરુવનંતપુરમથી શશિ થરૂર અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામ પણ હાલ ચર્ચામાં છે. આ બે દિગ્ગજ ઉમેદવારના નામ પણ પ્રથમ યાદીમાં સામેલ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ ફરીથી કેરળના તમામ સાંસદોને ટિકિટ આપી શકે છે. તે જ સમયે, CEC બેઠકમાં કર્ણાટક અને તેલંગાણાની 6-6 બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Women’s Day 2024: મહિલા દિવસ પર PM મોદીની નારી શક્તિને ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો.. જાણો નવા દરો..
કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ અને મેઘાલયના ઉમેદવારો પર પણ સર્વસંમતિ સધાઈ છે અને પ્રથમ યાદીમાં તેમના નામની જાહેરાત પણ થઈ શકે છે. જોકે, દિલ્હીમાં ઉમેદવારોના નામનો મુદ્દો હજુ અટવાયેલો છે. સીઈસી બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે કેરળ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને લક્ષદ્વીપના ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે. આ નામોની જાહેરાત આજે ગમે ત્યારે થઈ શકે છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આગામી બેઠકની તારીખ પણ જણાવી છે. જેમાં કોંગ્રેસ CECની આગામી બેઠક હવે 11 માર્ચે યોજાશે.