Site icon

Lok Sabha Election 2024: પ્રથમ તબક્કાનું મતદાન શરુ, જાણો પ્રથમ તબક્કામાં સૌથી અમીર ઉમેદવાર કોણ, કોની પાસે કેટલી મિલકત?

Lok Sabha Election 2024: હાલ સમ્રગ દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. તેથી તમામ પાર્ટીઓએ ચૂંટણી જીતવા માટે જોરદાર પ્રચારો કરી રહ્યા છે, જેથી મતદારો તેમના વિશે જાણે અને તે બેઠકના ઉમેદરવારો લોકોને પ્રભાવિત કરી શકે. આ માટે પૈસાની જરૂર પડે છે, જે ઉમેદવારે પોતાના ખિસ્સામાંથી ખર્ચવા પડે છે

Lok Sabha Election 2024 Voting for the first phase begins, know who is the richest candidate in the first phase, who has how much property

Lok Sabha Election 2024 Voting for the first phase begins, know who is the richest candidate in the first phase, who has how much property

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: આજે દેશમાં લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે મતદાન ( voting ) થઈ રહ્યું છે. 21 રાજ્યોની 102 લોકસભા સીટો માટે મતદાન ચાલી રહ્યું છે અને 1625 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બંને રાષ્ટ્રીય પક્ષોના દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ચૂંટણી જંગમાં જીત માટે જોર લગાવી રહ્યા છે. ત્યારે અપક્ષ ઉમેદવારો પણ તેમને ટક્કર આપી રહ્યા છે.

Join Our WhatsApp Community

હાલ સમ્રગ દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. તેથી તમામ પાર્ટીઓએ ચૂંટણી જીતવા માટે જોરદાર પ્રચારો કરી રહ્યા છે, જેથી મતદારો ( voters )  તેમના વિશે જાણે અને તે બેઠકના ઉમેદરવારો લોકોને પ્રભાવિત કરી શકે. આ માટે પૈસાની જરૂર પડે છે, જે ઉમેદવારે પોતાના ખિસ્સામાંથી ખર્ચવા પડે છે.

 Lok Sabha Election 2024: 1618ની મિલકતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું

આવી સ્થિતિમાં, અમે તમને લોકસભા ચૂંટણી 2024ના સૌથી અમીર ઉમેદવાર ( Rich candidate ) વિશે જણાવીએ, જેની પાસે 716 કરોડ રૂપિયા છે અને સૌથી ગરીબ ઉમેદવાર વિશે જેની પાસે માત્ર 320 રૂપિયા છે, તેમ છતાં તે ચૂંટણી લડી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ( Association for Democratic Reforms ) લોકસભા ચૂંટણી 2024 લડી રહેલા ઉમેદવારોના ડેટા એકત્ર કર્યા છે. માહિતી અનુસાર, લોકશાહી દેશના સૌથી મોટા તહેવાર સામાન્ય ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા 1625 ઉમેદવારોમાંથી 1618ની મિલકતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 10 ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. જ્યારે 450 ઉમેદવારો (28%) કરોડપતિ છે અને તેમની પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે.

આ સમાચાર પણ વાંચો :  UPSC Exam: થાણામાં ઝાડુવાળાનો દીકરો પાસ થયો. રથ પર સવાર થઈ સરઘસ નીકળ્યું. જાણો સફળતાની કહાની જુઓ સરઘસ નો વિડીયો…

સૌથી અમીર ઉમેદવાર મધ્યપ્રદેશના છિંદવાડાના વર્તમાન સાંસદ અને કોંગ્રેસના નેતા નકુલ નાથ છે. તેઓ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર છે અને તેમની પાસે 716 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશથી જીતનાર નકુલ નાથ એકમાત્ર ઉમેદવાર હતા. બીજી તરફ, પોનરાજ, જે તમિલનાડુના થૂથુકુડીથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, ચૂંટણી એફિડેવિટ મુજબ સૌથી ગરીબ ઉમેદવાર છે, તેમની પાસે માત્ર 320 રૂપિયાની સંપત્તિ છે.

 Lok Sabha Election 2024: બીજા સૌથી અમીર ઉમેદવાર AIDMK નેતા અશોક કુમાર છે…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકુલ નાથ પછી બીજા સૌથી અમીર ઉમેદવાર AIDMK નેતા અશોક કુમાર છે. તેઓ તમિલનાડુના ઈરોડથી 2024ની લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને તેમની પાસે 662 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્રીજા સ્થાને ભાજપના નેતા દેવનાથન યાદવ છે, જેમની પાસે 304 કરોડની સંપત્તિ છે. તેઓ તમિલનાડુના શિવગંગાઈ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસના વર્તમાન સાંસદ કાર્તિ ચિદમ્બરમને પડકાર આપી રહ્યા છે. કાર્તિ ચિદમ્બરમ 96 કરોડની સંપત્તિ સાથે યાદીમાં 10માં નંબરે છે.

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલથી મેદાનમાં ઉતરેલા બીજેપીના માલા રાજ્ય લક્ષ્મી શાહ 206 કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે. બસપાના માજિદ અલી ઉત્તર પ્રદેશના સહારનપુરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સંપત્તિ 159 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્રના રામટેક મતવિસ્તાર અને તમિલનાડુના ચેન્નાઈ ઉત્તર મતવિસ્તારના અપક્ષ ઉમેદવારો કાર્તિક ગેંડલાજી ડોકે અને સુર્યામુથુ પાસે માત્ર રૂ. 500ની મિલકત છે.

આ સમાચાર પણ વાંચો :  Mukesh Ambani Birthday : એશિયાના સૌથી અમીર વ્યક્તિ બનવું સહેલું ન હતું, પિતાના અવસાન પછી તેમણે કેવી રીતે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું!..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Exit mobile version