Lok Sabha Election Result 2024: આ નવી લોકસભામાં જનારા આટલા ટકા સાંસદો છે કરોડપતિ, જાણો કઈ પાર્ટીના સાંસદ છે સૌથી અમીર

Lok Sabha Election Result 2024: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવ્યા હતા. આમાં ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 93 ટકા એટલે કે 504 સાંસદો કરોડપતિ છે. 2019 અને 2014ની સરખામણીમાં 2024માં ચૂંટાયેલા મોટી સંખ્યામાં સાંસદો કરોડપતિ છે. જેમાં 504 સાંસદો કરોડપતિ છે.

by Hiral Meria
Lok Sabha Election Result 2024 This percentage of MPs going to this new Lok Sabha are millionaires, know which party's MP is the richest

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election Result 2024: દેશમાં લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ગયો છે. ભાજપના ( BJP ) નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર હવે બની રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત શપથ લેશે. દરમિયાન સમાચાર આવ્યા છે કે આ લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 93 ટકા કરોડપતિ છે. 93 ટકા એટલે કે 504 સાંસદો કરોડપતિ છે. 

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવ્યા હતા. આમાં ચૂંટાયેલા 543 સાંસદોમાંથી ( MPs ) 93 ટકા એટલે કે 504 સાંસદો કરોડપતિ ( Millionaire ) છે. 2019 અને 2014ની સરખામણીમાં 2024માં ચૂંટાયેલા મોટી સંખ્યામાં સાંસદો કરોડપતિ છે.  જેમાં 504 સાંસદો કરોડપતિ ( Millionaire MPs )  છે. તો 2019માં 88 ટકા સાંસદો કરોડપતિ હતા. જ્યારે 2014ની લોકસભામાં 82 ટકા સાંસદો કરોડપતિ હતા.

Lok Sabha Election Result 2024: ટોપ 3ના તમામ સાંસદ એનડીએના છે..

2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ટોપ-3 સૌથી ધનિક સાંસદોની સંપત્તિ ઘણી વધારે છે. આ તમામની સંપત્તિ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય સાંસદ એનડીએના છે. ચૂંટણી અધિકાર સંગઠન એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ આ વર્ષે ચૂંટાયેલા સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર કરી હતી. તેમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ADRના રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશના ગુંટુરથી ચૂંટાયેલા TDP સાંસદ ચંદ્રશેખર પેમ્માસાની આ ચૂંટણીમાં સૌથી અમીર સાંસદ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 5,705 કરોડ રૂપિયા છે. તો તેલંગાણામાં બીજેપીના ચેવેલ્લા લોકસભા સીટ પરથી જીતેલા કોંડા વિશ્વેશ્વરા રેડ્ડી બીજા નંબરના સૌથી અમીર સાંસદ છે. તેમની કુલ સંપત્તિ 4,568 કરોડ રૂપિયા છે. તેમજ હરિયાણાના કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નવીન જિંદાલ દેશના ત્રીજા સૌથી અમીર સાંસદ છે. તેમની કુલ સંપત્તિ 1,241 કરોડ રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો:  CM Bhupendra Patel: ગુજરાતના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના સ્પષ્ટ દિશા-નિર્દેશો

બીજી તરફ, મહારાષ્ટ્રના સૌથી ધનિક સાંસદ કોણ છે? એવો પ્રશ્ન પણ લોકોને થતો હોય છે. તો જણાવી દઈએ કે, ભાજપના સાંસદ ( BJP MP )  ઉદયનરાજે ભોસલે રાજ્યના સૌથી અમીર સાંસદ છે. ઉદયનરાજે ભોસલેની સંપત્તિ 223 કરોડ રૂપિયા છે.  જેમાં સાતારા લોકસભા સીટ પર ઉદયનરાજે ભોસલેએ શરદ પવાર જૂથના ઉમેદવાર શશિકાંત શિંદેને 32 હજાર મતોથી નજીકની હરીફાઈમાં હરાવ્યા છે.

 

Join Our WhatsApp Community

You may also like