News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 : જેમ જેમ ચૂંટણીના તબક્કાઓ આગળ વધી રહ્યા છે તેમ તેમ ચૂંટણીના મુદ્દા પણ બદલાઈ રહ્યા છે. હવે નવો ચૂંટણીનો મુદ્દો આતંકવાદ અને ભાજપની ( BJP ) રણનીતિ તેમજ આતંકવાદમાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા પર કેન્દ્રિત થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી એ આશંકા જતાવી છે કે મહારાષ્ટ્રમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં આતંકવાદી ની ગોળી થી નહીં પરંતુ અન્ય કોઈની બંદૂકથી હેમંત કરકરેનું મૃત્યુ થયું હતું.
Lok Sabha Elections 2024 : કોંગ્રેસ પાર્ટી એ શું શંકા વ્યક્ત કરી?
કોંગ્રેસ ( Congress ) પાર્ટી તરફથી નાના પટોળેએ ( Nana patole ) મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મુંબઈ આતંકવાદી હુમલા સંદર્ભે જે પુસ્તક જાહેર થયું છે તેમાં લખવામાં આવ્યું છે કે આતંકવાદીઓની ( Mumbai Terrorist attack ) ગોળીથી હેમંત કરકરે ( Hemant Karkare) નું મૃત્યુ થયું નથી. પરંતુ આ ગોળી બીજા કોઈકે ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી તબક્કામાં એટલે કે 20 મી મેના રોજ મુંબઈ શહેરમાં વોટિંગ છે. બરાબર તે પહેલા કોંગ્રેસ પાર્ટી એ આ દાવ રમ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Porsche cars: ભારતમાં લોન્ચ થઈ જર્મનીની લક્ઝરી કાર પોર્શે પનામેરા કાર, ફીચર્સ જોઈને તમે પણ હેરાન થઈ જશો….જાણો શું છે કિંમત..
Lok Sabha Elections 2024 : કાશ્મીરમાં આતંકવાદી હુમલા સંદર્ભે શું કહ્યું.
બીજી તરફ હાલમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મિલેટ્રી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હવે આ સમગ્ર વિવાદ સંદર્ભે વિપક્ષે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી પહેલા આવા છમકલા કરાવે છે અને વોટો મેળવવાનો પ્રયત્ન કરે છે.