News Continuous Bureau | Mumbai
Lok Sabha Opposition leader: હરિયાણામાં જે થવાની આશંકા હતી તે જ થવા જઈ રહ્યું છે. અટકળો છે કે હરિયાણા કોંગ્રેસમાં જૂના નેતાઓની આગેવાની છીનવાઈ જવાની છે. હરિયાણાની ચૂંટણીમાં અકલ્પનીય હારથી અત્યંત નારાજ હાઈકમાન્ડ હવે રાજ્યના ટોચના નેતાઓને સજા આપવા જઈ રહ્યું છે. આ ચૂંટણી હારથી રાહુલ ગાંધી ખૂબ જ નારાજ છે અને તેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાજ્ય કોંગ્રેસમાં કોઈ મોટા ફેરબદલ થઈ શકે છે.. કેટલાક લોકો પર આક્ષેપ થઈ શકે છે. અહેવાલ છે કે હરિયાણા કોંગ્રેસમાં ટૂંક સમયમાં ‘મેજર સર્જરી’ કરવામાં આવશે. આમાં કેટલાક નેતાઓને છૂટા પણ કરવામાં આવશે.
રાહુલ ગાંધી સારૂ પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમણે આ ફેરફાર કરવો જોઈએ
દરમિયાન ભાજપે એવો દાવો (BJP Claim )કર્યો છે જે રાજકીય ચર્ચાને ગરમ કરી શકે છે. વાસ્તવમાં ભાજપે કહ્યું છે કે જો ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી સારૂ પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમણે આ ફેરફાર કરવો જોઈએ. શુક્રવારે નવી દિલ્હી લોકસભા સીટ ના બીજેપી સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓમાં ઘણા એવા સક્ષમ નેતાઓ છે જે વિપક્ષના નેતાની ભૂમિકા ભજવી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય ગઠબંધન દ્વારા જ લેવો જોઈએ કારણ કે તે ઈન્ડિયા બ્લોકનો આંતરિક મામલો છે.
આ સમાચાર પણ વાંચો: PM મોદીની લાઓ PDRના પ્રધાનમંત્રી સાથે મુલાકાત, પોષણ સુરક્ષા સુધારવા ભારત આટલા મિલિયન ડોલરની આપશે ગ્રાન્ટ સહાય..
Lok Sabha Opposition leader: વિપક્ષી દળો વચ્ચે ચાલી રહેલી છે ચર્ચા
ઈન્ડિયા એલાયન્સે ભાજપના દાવા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. નિષ્ણાતોના મતે, ઓછામાં ઓછા 10 ટકા બેઠકો ધરાવતા સૌથી મોટા વિપક્ષી પક્ષના સાંસદને જ વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરી શકાય છે. કોંગ્રેસ ગૃહમાં સૌથી મોટો વિરોધ પક્ષ હોવાથી રાહુલ ગાંધી ( Rahul Gandhi ) ને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાના પદને રોટેશનલ બનાવવાની સંભાવના અંગે વિપક્ષી દળો વચ્ચે ચાલી રહેલી ચર્ચા વિશે પૂછવામાં આવતા ભાજપના સાંસદ બંસુરી સ્વરાજે આ ટિપ્પણી કરી હતી.