News Continuous Bureau | Mumbai
Lok sabha : KYC કડક ધોરણો સાથે વપરાશકર્તાની સુરક્ષા પર મુખ્ય ફોકસ રહેશે.
— નકલી/ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને સિમ ખરીદવા બદલ ત્રણ વર્ષની સજા/રૂ 50 લાખનો દંડ
— ટેલિફોન નંબરની સ્પુફિંગ કરવા બદલ ત્રણ વર્ષની સજા / પચાસ લાખ રૂપિયાનો દંડ
— સિમ બોક્સ વગેરે મારફતે ટેલિકોમ સેવાનો ઉપયોગ કરવા પર ત્રણ વર્ષની સજા / પચાસ લાખ રૂપિયાનો દંડ
ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 પર સંક્ષિપ્ત માહિતી
1. વપરાશકર્તાની સુરક્ષા પર ફોકસ
• “ડૂ નોટ ડિસ્ટર્બ” રજિસ્ટરને વપરાશકર્તાઓને અનિચ્છનીય કોમર્શિયલ (સ્પામ) મેસેજ અને કૉલ્સથી બચાવવા માટે કાનૂની આદેશ મળે છે
• વપરાશકર્તાઓની ફરિયાદોના નિરાકરણ માટે ઓનલાઈન ફરિયાદ નિવારણ પદ્ધતિ
• અન્ય બીજાના ઓળખ પુરાવાનો ઉપયોગ કરીને છેતરપિંડીથી સિમ મેળવવું સજાને પાત્ર થશે
2. રાઈટ ઓફ વે રિફોર્મ્સ
• રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વિવાદ નિરાકરણ માળખું. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ જજ રાઇટ ઑફ વે મુદ્દાઓનો નિર્ણય કરશે.
• ટેલિકોમ્યુનિકેશન નેટવર્કની સ્થાપના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કોમન ડક્ટ્સ સ્થાપિત કરવાની જોગવાઈ
• જો સાર્વજનિક મિલકત હોય, તો પરવાનગી સમયબદ્ધ રીતે આપવામાં આવે
• જો ખાનગી મિલકત હોય, તો માલિક અને વ્યક્તિ વચ્ચે પરસ્પર કરાર જે ટેલિકોમ નેટવર્ક સેટ કરવા માંગે છે.
3. લાઇસન્સમાં સુધારા
• હાલમાં, લગભગ 100 વિવિધ પ્રકારના લાયસન્સ છે. લાયસન્સ સિવાયના વિવિધ કન્સ્ટ્રક્ટ્સ છે જેમ કે રજીસ્ટ્રેશન, પરવાનગી અને અધિકૃતતા.
• 3 પાસાઓ માટે અધિકૃતતાની સરળ રચનામાં બદલાવ: ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પ્રદાન કરવી, ટેલિકોમ્યુનિકેશન નેટવર્કનું સંચાલન અને વિસ્તરણ અને રેડિયો સાધનો રાખવા. OTT ને બહાર રાખ્યું.
• દસ્તાવેજીકરણ વર્તમાનમાં સેંકડો પાનાઓથી ઘટાડીને સંક્ષિપ્ત અને શબ્દોવાળા દસ્તાવેજમાં આવશે
4. સ્પેક્ટ્રમ સુધારા
• 1885ના કાયદામાં સ્પેક્ટ્રમનો કોઈ ઉલ્લેખ નથી. બિલમાં સ્પેક્ટ્રમની વ્યાખ્યા સ્પષ્ટપણે ઉલ્લેખિત છે.
• સ્પેક્ટ્રમ આવંટન માટે હરાજીને પસંદગીનું માધ્યમ બનાવવામાં આવશે
• 3 સ્પષ્ટ રીતે પરિભાષિત હેતુઓ માટે વહીવટી પ્રક્રિયા દ્વારા એસાઈનમેન્ટ:
o જનહિત: મેટ્રો, કોમ્યુનિટી રેડિયો, બ્રોડકાસ્ટિંગ વગેરે;
o સરકારી કાર્યો: સંરક્ષણ, રેલવે, પોલીસ વગેરે;
o એવા કિસ્સાઓ કે જ્યાં ટેકનિકલ અથવા આર્થિક કારણોસર હરાજી એ અસાઇનમેન્ટની પસંદગીની પદ્ધતિ નથી: બેકહોલ, સેટેલાઇટ વગેરે.
આ સમાચાર પણ વાંચો : Netflix Subscription: હવે નેટફ્લિક્સ પર વધુ પૈસા ખર્ચવાની જરૂર નથી… હવે તમે વેબ સિરીઝ અને મૂવીઝ જોઈ શકો છો ફ્રીમાં.. જાણો વિગતે અહીં..
• લાંબા ગાળાના આયોજનને સક્ષમ કરવા માટે રાષ્ટ્રીય આવર્તન ફાળવણી યોજના
• કાયદેસર રીતે માન્યતા આપીને સ્પેક્ટ્રમના શ્રેષ્ઠ ઉપયોગને સક્ષમ કરવા પર ફોક્સ
o રિ-ફાર્મિંગ અને સ્પેક્ટ્રમનો સુમેળ
o સ્પેક્ટ્રમની પ્રાયમરી અને સેકન્ડરી એસાઈનમેન્ટ
o બિનવપરાયેલ સ્પેક્ટ્રમ પાછું લેવું
o સ્પેક્ટ્રમનો ટેકનિકલી – તટસ્થ ઉપયોગ
5. ડિજિટલ ડિઝાઈન દ્વારા 4- સ્તરીય વિવાદ નિરાકરણ ફ્રેમવર્ક
• સ્વૈચ્છિક બાંયધરી: અસાઇનીઓ અને ટેલિકોમ સેવા/નેટવર્ક પ્રદાતાઓને સ્વૈચ્છિક રીતે ક્ષતિઓ જાહેર કરવા અને અજાણતા થયેલ ઉલ્લંઘનોને સુધારવા માટે સક્ષમ કરાશે
• અસાઇનીઓ અને ટેલિકોમ સેવા/નેટવર્ક પ્રદાતાઓ દ્વારા નિયમો અને શરતોના ઉલ્લંઘનને લગતી બાબતોનો નિર્ણય લેવા માટે નિર્ણાયક અધિકારીઓ અને નિયુક્ત અપીલ સમિતિ ડીજીટલ ઓફિસ તરીકે કાર્ય કરશે
• TDSAT ને અપીલ ટૂ લાઈ – Appeal to lie
6. ટેલિકોમ નેટવર્કના ધોરણો, સાયબર સુરક્ષા અને રક્ષણ માટે કાનૂની માળખું
• કેન્દ્ર સરકાર ટેલિકોમ્યુનિકેશન સેવાઓ, નેટવર્ક વગેરે માટેના ધોરણોને સૂચિત કરી શકે છે
• ટેલિકોમ નેટવર્કને સુરક્ષિત કરવા અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાં
• વિશ્વસનીય સોર્સ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, યુદ્ધ વગેરેની સ્થિતિમાં ટેલિકોમ નેટવર્કનો કબજો લેવા સહિત જરૂરી પગલાં
7. ઈન્ટરસેપ્શન જોગવાઈઓ અગાઉ જેવી જ છે
• ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર આધાર
• ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત દિશાનિર્દેશકોને અનુરૂપ જવાબદાર તંત્ર પહેલાથી જ ચાલુ છે. આ ચાલુ વ્યવસ્થા ચાલુ રહેશે
8. ડિજિટલ ભારત નિધિ
• દૂરસંચાર સેવાઓ,ટેકનોલોજી અને ઉત્પાદનોના સંશોધન અને વિકાસને સમાવવા માટે USOFનો અવકાશ વિસ્તર્યો
9. નવીનતા અને ટેકનોલોજીનો વિકાસ
• લાઈવ અને પ્રતિબંધિત પરીક્ષણ વાતાવરણમાં નવા ઉત્પાદનો અને સેવાઓનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવા માટે નિયમનકારી સેન્ડબોક્સની જોગવાઈ
10. કોઈ વિક્ષેપ નહીં
• બિલ પહેલાં આપવામાં આવેલી છૂટછાટ, લાઇસન્સ, પરવાનગી,નોંધણી વગેરે ચાલુ રહેશે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.