News Continuous Bureau | Mumbai
Loksabha election 2024 : સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને આ ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે દરેક 4 જૂનની રાહ ( Loksabha election 2024 result ) જોઈ રહ્યા છે જ્યારે મતોની ગણતરી થશે અને ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કરશે.
Loksabha election 2024 : ભાજપની સરકાર આવશે કે ઇન્ડિયા ગઠબંધન ભાજપની ઘોડાદોડને રોકી શકશે.
થોડાક કલાકોમાં સ્પષ્ટ થઈ જશે કે ફરી ભાજપની સરકાર આવશે કે ઇન્ડિયા ગઠબંધન ભાજપની ઘોડાદોડને રોકી શકશે. દરમિયાન આવતીકાલે (મંગળવાર, 4 જૂન) યોજાનારી મતગણતરી પૂર્વે ચૂંટણી પંચે આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ ( ECI Press conference ) નું આયોજન કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. (Election Commission Press Conference) દેશના ચૂંટણી ઈતિહાસમાં સંભવતઃ આ પ્રથમ વખત બનશે કે ચૂંટણી પંચે ચૂંટણીના સમાપન સમયે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હોય.
અટકળો છે કે પંચ મતદાનની ટકાવારી અને મતગણતરી અંગે મહત્વની જાહેરાત કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Share Market high : ચૂંટણી પરિણામ પહેલા શેર બજારમાં રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સમાં 2600 પોઈન્ટ ઉછળ્યો..
Loksabha election 2024 : મોટાભાગના એક્ઝિટ પોલમાં NDAને જંગી બહુમતી મળી
મતદાનના છેલ્લા તબક્કાના અંત પછીના મોટાભાગના એક્ઝિટ પોલ્સે આગાહી કરી છે કે સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની એનડીએ આ ચૂંટણીમાં તેના 2019 ના રેકોર્ડ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. 2019માં એનડીએ ગઠબંધનને 352 બેઠકો મળી હતી. બે એક્ઝિટ પોલ ( Loksabha election 2024 exit poll ) માં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકો કરતાં વધુ બેઠકો જીતી શકે છે. જો પરિણામો એક્ઝિટ પોલ મુજબ આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ ટર્મ સુધી વડાપ્રધાન બનેલા પ્રથમ વડાપ્રધાન બનશે.
