Amethi Electon: Kishori lal sharma કોંગ્રેસ નેતા કિશોરી લાલ શર્મા ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આ મતવિસ્તાર 2019 સુધી ગાંધી પરિવારનો ગઢ રહ્યો હતો, પરંતુ વર્ષ 2019 ની ચૂંટણીમાં રાહુલ ગાંધી. સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હાર્યા હતા.
2004 થી 2019 સુધી સંસદના નીચલા ગૃહમાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે કે રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીએ 2004 થી 2024 સુધી રાયબરેલી મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એવી અટકળો ચાલી રહી હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠક પરથી ચૂંટણી લડશે.
Amethi Electon: Kishori lal sharma કોણ છે કિશોરી લાલ શર્મા?
કિશોરી લાલ શર્મા ગાંધી પરિવારના વિશ્વાસુ છે. તેઓ રાયબરેલીમાં સોનિયા ગાંધીના મતવિસ્તારના ગાંધી પરિવાર તરફથી પ્રતિનિધિ હતા. કિશોરી લાલ શર્મા ગાંધી પરિવાર સાથે જોડાયેલી તમામ બાબતો માટે રાયબરેલી અને અમેઠીમાં પોઈન્ટ-પર્સન છે. કિશોરી લાલ શર્મા 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવનાર ભાજપની સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે.
કેએલ શર્મા પંજાબનો વતની છે. તેઓ સૌપ્રથમ 1983માં કોંગ્રેસના કાર્યકર તરીકે અમેઠી આવ્યા હતા. તેઓ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન (સ્વર્ગસ્થ) રાજીવ ગાંધી સાથે નજીકથી જોડાયેલા હતા. 1991 માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી, કેએલ શર્મા અમેઠીમાં કોંગ્રેસ પાર્ટી માટે કામ કરતા રહ્યા. 1990ના દાયકામાં જ્યારે ગાંધી પરિવાર ચૂંટણીના રાજકારણથી દૂર રહ્યો ત્યારે તેમણે કોંગ્રેસના અન્ય ઉમેદવારો માટે પ્રચાર કર્યો.
કિશોરી લાલ શર્માએ 1999માં સોનિયા ગાંધીની પ્રથમ ચૂંટણી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીએ અમેઠીમાં જીત મેળવીને સૌપ્રથમ સંસદમાં પ્રવેશ કર્યો હતો. સોનિયા ગાંધીએ અમેઠીની બેઠક ખાલી કરી અને રાયબરેલી ગયા. 2004માં રાહુલ ગાંધી અમેઠીથી લોકસભામાં ચૂંટાયા હતા. બાદમાં, કેએલ શર્માએ અમેઠી અને રાયબરેલી બંનેમાં પાર્ટીની બાબતોનું સંચાલન કરવાનું શરૂ કર્યું.
Amethi Electon: Kishori lal sharma કે એલ શર્માએ કોંગ્રેસ પાર્ટી માટે કયા કયા રાજ્યમાં કામ કર્યું છે?
કોંગ્રેસ પાર્ટી માટે કેએલ શર્માએ બિહાર અને પંજાબમાં પણ કામ કર્યું છે. આમ તેઓ ફક્ત એક રાજ્ય અને એક સીટ સુધી મર્યાદિત ન રહેતા દેશના અન્ય રાજ્યોમાં પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અમેઠી અને રાયબરેલીમાં 20 મેના રોજ મતદાન થશે.
Amethi Electon: Kishori lal sharma શું ચૂંટણી જીતી શકશે?
અમેઠીની સીટ પરથી રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઈરાની એક મોટો પડકાર છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના દાંત ખાટા કર્યા છે ત્યારે કે એલ શર્મા ચૂંટણી જીતી શકશે એવી શક્યતા બહુ ઓછી છે.