News Continuous Bureau | Mumbai
Lok Sabha election 2024 : લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે સોમવારે (20 મે) મતદાન ચાલુ છે. આ તબક્કામાં મહારાષ્ટ્રમાં 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમાં મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણનો સમાવેશ થાય છે. મુંબઈમાં વોટિંગ માટે ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓમાં ક્રેઝ જોવા મળ્યો હતો. લોકશાહીના આ ઉત્સવમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો.
Industrialist Ratan Tata cast his vote #LokSabhaElecions2024 #loksabha #tata #ratantata pic.twitter.com/cis4tm6b8A
— Preeti Sompura (@sompura_preeti) May 20, 2024
86 વર્ષના રતન ટાટાએ મતદાન કર્યું.
86 વર્ષના રતન ટાટાએ મુંબઈમાં મતદાન કર્યું. જ્યારે સલમાન ખાન સોમવારે દુબઈથી મુંબઈ ખાસ કરીને મતદાન કરવા પહોંચ્યા હતો. શાહરૂખ ખાને પણ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : મહારાષ્ટ્રમાં 5માં તબક્કાનું મતદાન- 5 વાગ્યા સુધીમાં માત્ર 50 ટકા થયું મતદાન; જાણો આંકડા…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી અને તેમના મોટા પુત્ર આકાશ અંબાણીએ મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. વોટિંગ બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે ભારતીય નાગરિક હોવાના કારણે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. આ અમારો અધિકાર અને અમારી જવાબદારી છે. હું દરેક ભારતીયને વોટ કરવાની અપીલ કરું છું.
#WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam
— ANI (@ANI) May 20, 2024
બોલિવૂડ સેલિબ્રિટીઓએ કર્યું મતદાન..
આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેતા રિતિક રોશન, સુનીલ શેટ્ટી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ મતદાન કરવા પહોંચ્યા હતા. આમિર ખાને પણ બૂથ પર જઈને મતદાન કર્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)