North Mumbai: કોંગ્રેસ પાર્ટીમાં ઉત્તર મુંબઈ સંદર્ભે વિવાદ. ગુજરાતીને‌ નહીં તો કોને ટિકિટ?

North Mumbai: ઉત્તર મુંબઈ કોંગ્રેસમાં ટિકિટ કોને મળશે તે સંદર્ભે સંગ્રામ યથાવત છે.

by Dr. Mayur Parikh
Loksabha election 2024 This 25-year-old disabled youth conveyed the message of participating in the voting festival

News Continuous Bureau | Mumbai 

North Mumbai: મુંબઈ શહેર ( North Mumbai congress candidate ) માં જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી એ પોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે ત્યાં બીજી તરફ કોંગ્રેસ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તે સંદર્ભે સંભ્રમ યથાવત છે. આવા સમયે ઉત્તર મુંબઈમાં મોટો ડખો થયો છે. ઉત્તર મુંબઈ કોંગ્રેસ ( North Mumbai congress chief ) ના અધ્યક્ષ કાલુ બુધેલીયા એ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને જાહેરાત કરી છે કે કોંગ્રેસ પાર્ટી એ પોતાની જુની નીતિને ચાલુ રાખતા જ્યાં એક તરફ મરાઠી માણસને ટિકિટ આપી છે ત્યાં બીજી તરફ ઉત્તર મુંબઈમાં અન્ય ભાષા ઉમેદવારને ટિકિટ ( Loksabha elcetion ticket ) આપીને સર્વ સમાવેશક નિતી ચાલુ રાખવી જોઈએ. આથી અગાઉ કોંગ્રેસ પાર્ટી એ મુંબઈ શહેરમાં ટિકિટ વહેચણી વખતે તમામ જાત અને ધર્મના ઉમેદવારોનો અને જાતિઓનો ખ્યાલ રાખીને અલગ અલગ સમુદાયના લોકોને ટિકિટ આપી હતી. કોંગ્રેસ પાર્ટીની જીત એ સમયે સુનિશ્ચિત થઈ હતી જ્યારે તેમણે અલગ અલગ જાત અને સંપ્રદાયના લોકોને મુંબઈ શહેરમાં ટિકિટ આપી હતી. જોકે ચાલુ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ડખા દેખાયા છે.

North Mumbai: મુંબઈમાં કોઈ એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે જે સીટને જતાડી શકે

એક તરફ જ્યાં વર્ષા ગાયકવાડ ને ટિકિટ આપવામાં આવી છે ત્યારે બીજી તરફ હવે ઉત્તર મુંબઈમાં કોને ટિકિટ અપાશે તે સંદર્ભે ચર્ચા થઈ રહી છે. ત્યારે ઉત્તર મુંબઈમાં કાલુ બુધેલીયા એ પ્રેસ કોન્ફરન્સ ( Kalu Budhelia Press conference )  આયોજિત કરીને માંગણી કરી હતી કે ઉત્તર મુંબઈમાં કોઈ એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે જે સીટને જતાડી શકે.

આ સમાચાર પણ વાંચો : Amit Shah fake video case: અમિત શાહના નકલી વીડિયો કેસમાં વધુ એક કાર્યવાહી, આ રાજ્યમાંથી પહેલી ધરપકડ… જાણો પોલીસે અત્યાર સુધી શું શું કર્યું?

North Mumbai: ભાજપાએ પિયુષ ગોયલ ને ટિકિટ આપી

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના હાઈવેટ ઉમેદવાર એવા પિયુષ ગોયલ ( BJP Candidate Piyush Goyal ) ને ટિકિટ આપી છે. ત્યારે કાલુ બુધેલીયા અને ઉત્તર મુંબઈના સ્થાનિક નેતાઓનું શું થશે તે સંદર્ભે હવે પ્રશ્નાર્થ ચિન્હ છે. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે વિનોદ ઘોષાળકર ને ટિકિટ આપવામાં આવશે. હવે ચૂંટણી પ્રચારના 15 દિવસ બચ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઠામ ઠેકાણા નથી. આવા સમયે કોંગ્રેસ પાર્ટી પોતાની સીટ ગુમાવી શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More