News Continuous Bureau | Mumbai
Lok sabha elections 2024: ઉત્તર મુંબઈને અડીને આવેલી ઉત્તર પશ્ચિમ મુંબઈ ( North West Mumbai ) સીટ થી એકનાથ શિંદે ની શિવસેના તરફથી કોણ ઉમેદવાર હશે તે સંદર્ભે હવે સસ્પેન્સ દૂર થઈ રહ્યું છે. આ સીટ પરથી એક સમયના ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ એવા રવીન્દ્ર વાઈકર( ravindra waikar ) ચૂંટણી લડશે.
Lok sabha elections 2024: ઉદ્ધવ ઠાકરે એ આ સીટ થી મોજુદા સાંસદ સભ્ય ગજાનંદ કીર્તિકરના દીકરાને ટિકિટ આપી છે.
આ સીટ પરથી અમોલ કીર્તિકર ચૂંટણી લડવાનો છે. તેને ઉદ્ધવ ઠાકરે એ કોંગ્રેસ સાથે ગઠબંધન અને સીટ શેરિંગ ફાઇનલ થાય તે અગાઉ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો હતો. જેને કારણે સંજય નિરુપમે કોંગ્રેસ પાર્ટી છોડવી પડી હતી. દરમિયાન આ સીટ પરથી એકનાથ શિંદે ( Eknath Shinde ) તરફથી કોણ ચૂંટણી લડશે તે સંદર્ભે સસ્પેન્સ હતું. હવે આ સસ્પેન્સ દૂર થઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Mahavir Nirvana Mahotsav: PM આજે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું.
Lok sabha elections 2024:રવિન્દ્ર વાયકર થોડા સમય પહેલા એકના શિદેની શિવસેનામાં સામેલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર વાઈકર ઉદ્ધવ ઠાકરેના સૌથી વિશ્વાસુઓમાના એક છે. તેમ છતાં તેમણે થોડા સમય પહેલા ઉદ્ધવ ઠાકરેનો કેમ્પ છોડી દીધો હતો. તેમજ તેઓ એકનાથ શિંદે ની શિવસેનામાં જોડાઈ ગયા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ સીટ ( Lok Sabha Seat ) પર થી કોઈ સિનેસ્ટાર ચૂંટણી લડશે. પરંતુ એવું થયું નથી.