Rahul Gandhi : Raebareli આખરે ગાંધી પરિવારે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડવાનો અંતિમ નિર્ણય લીધો. પહેલા એવું માનવામાં આવતું હતું કે ગાંધી પરિવાર ઉત્તર પ્રદેશથી ચૂંટણી નહીં લડે. ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ અમેઠી થી હાર નો સ્વાદ ચખાડ્યો હતો. ત્યારબાદ રાયબરેલી થી સોનિયા ગાંધીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. હવે રાહુલ ગાંધી, સોનિયા ગાંધીના સ્થાને ચૂંટણી લડશે.
Rahul Gandhi : Raebareli રાહુલ ગાંધી શા માટે રાય બરેલી થી ચૂંટણી લડશે?
ગત મોડી રાત સુધી કોંગ્રેસ પાર્ટીના હેડ ક્વાર્ટર માં ધનાધન મીટીંગ નો લાંબો સિલસિલો ચાલ્યો હતો. રાયબરેલીના તમામ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ પોતે મીટીંગ કરી હતી. તેમજ રાયબરેલીમાં શું રણનીતિ છે અને શું રાય બરેલીમાંથી ચૂંટણી જીતી શકાય છે કે કેમ? તે સંદર્ભે લાંબે સુધી ચર્ચા ચાલી હતી. હવે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી રાયબરેલી થી ચૂંટણી લડશે.
Rahul Gandhi : Raebareli રાહુલ ગાંધી ચૂંટણી જીતી શકશે ખરા?
રાહુલ ગાંધી સામે રાય બરેલીમાં દિનેશ પ્રતાપ સિંહ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. દિનેશ પ્રતાપસિંહ હે અહીં ચૂંટણી જીતવા માટે પહેલેથી મહેનત આદરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાં એ વાતની ચર્ચા ચાલી રહી હતી કે અહીંથી ઉમેદવાર કોણ બનશે. આ સમયગાળાનો દિનેશ પ્રતાપસિંહને કેટલો લાભ મળે છે તે જોવાનું રહેશે.
Rahul Gandhi : Raebareli રાહુલ ગાંધી ક્યારેય ફોર્મ ભરશે?
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડી ચૂક્યા છે. હવે રાહુલ ગાંધી ત્રીજી મેં 2024 ના રોજ રાય બરેલી થી ચૂંટણી લડવા માટે ફોર્મ ભરી શકે છે.