News Continuous Bureau | Mumbai
Loktantra Bachao Rally: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ( Uddhav Thackeray ) રવિવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિરોધ પક્ષ INDIA ની લોકતંત્ર બચાવો રેલી માં ભાગ લીધો હતો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલની પત્નીને કહ્યું કે દેશ તમારી સાથે છે.
ઉદ્ધવ ઠાકરેએ રેલીને સંબંધોતા કહ્યું હતું કે, આ કોઈ ચૂંટણી રેલી નથી. બે બહેનો હિંમતથી લડતી હોય તો ભાઈ કેવી રીતે પાછળ રહે? કલ્પના સોરેન ( Kalpana Soren ) અને સુનિતા કેજરીવાલ ( Sunita Kejriwal ) , ચિંતા ન કરો, આખો દેશ તમારી સાથે છે. એ સત્ય હતું કે આપણે સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છીએ, જે હવે બધાની સામે આવી ગયુ છે. અમે ચૂંટણી પ્રચાર માટે અહીં આવ્યા નથી. લોકશાહીનું રક્ષણ કરવા આવ્યા છીએ. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ( BJP ) વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
#WATCH दिल्ली: INDIA गठबंधन की ‘महारैली’ को संबोधित करते हुए महाराष्ट्र के पूर्व मुख्यमंत्री और शिवसेना (UBT) प्रमुख उद्धव ठाकरे ने कहा, “…आप(कल्पना सोरेन और सुनीता केजरीवाल) चिंता मत करो, सिर्फ हम ही नहीं पूरा देश आपके साथ है… कुछ दिन पहले आशंका थी कि क्या हमारा देश तानाशाही… pic.twitter.com/Xfrjthy2jn
— ANI_HindiNews (@AHindinews) March 31, 2024
તેઓ વિચારતા હશે કે જો અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડ થશે તો મહાગઠબંધન ડરી જશે…
ઠાકરેએ વધુમાં કહ્યું, “તેઓ વિચારતા હશે કે જો અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડ થશે તો મહાગઠબંધન ડરી જશે. અમે ડરવાના નથી. તેઓએ દેશવાસીઓને હજુ ઓળખ્યા નથી. ભારતમાં કોઈ કોઈથી ડરતું નથી. કેન્દ્રીય એજન્સીઓ તેમની સાથે છે હા, પરંતુ અમે INDIA ગઠબંધન ( INDIA Coalition ) તરીકે આવ્યા છીએ. જો તમારામાં હિંમત હોય તો… હું ભાજપના લોકોને કહેવા માંગુ છું, હું તેમને પડકાર ફેંકું છું કે બેનર પર લખે કે ભાજપ સાથે ત્રણ પાર્ટીઓ છે… ED, સીબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગ. સમય આવી ગયો છે. “કેટલા દિવસ ટીકા કરતા રહીશું? હવે એક વ્યક્તિ અને એક પક્ષની સરકાર દેશ માટે ખતરનાક બની ગઈ છે.”
આ સમાચાર પણ વાંચો : Kachchatheevu controversy: પીએમ મોદીએ ફરી ઉઠાવ્યો કચ્ચાથિવુ ટાપુનો મુદ્દો.. જાણો કચ્ચાથીવુ ટાપુનો વિવાદ શું છે?
ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી વધુમાં કહ્યું હતું કે, દેશમાં હવે “મિશ્રિત સરકાર લાવવી પડશે. તમામ રાજ્યોનું સન્માન કરતી સરકાર લાવવી પડશે. તો જ દેશનો ઉદ્ધાર થશે. અમે ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યા, અમે આવ્યા છીએ લોકશાહી બચાવવા. ભાજપાએ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો અને તેમને જેલમાં ધકેલી દીધા.આ કેવા પ્રકારની સરકાર છે? જેના પર ભાજપે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, તેમને જ હવે વોશિંગ મશીનમાં બેસાડી, સ્નાન કરાવીને સ્ટેજ પર બેસાડી દીધા. તમે આ સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરી શકો. ?”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)