ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
06 ઓગસ્ટ 2020
ગઈકાલે (5 ઓગસ્ટે) સદીઓથી જોવાયેલી રાહનો અંત આવ્યો. અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન થયું અને તેમણે મંદિરની આધારશિલા મૂકી હતી. તેની સાથે જ દેશમાં જશ્નનો દોર શરૂ થઈ ગયો છે. ક્યાંક લાડુ વેચવામાં આવી રહ્યા છે, તો દેશવાસીઓએ આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી તેમના ઘરે દીવો પ્રગટાવી કળિયુગમાં ભગવાન રામના વનવાસના અંતના પ્રતીક પર્વ તરીકે ઉજવ્યો હતો.
દરમિયાન પાકિસ્તાનના પૂર્વ સ્પીનર દાનિશ કનેરિયાએ પણ ભગવાન રામના મંદિરના નિર્માણની શરૂઆત અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. દાનીશે ટ્વીટ કરીને કહ્યું કે, ભગવાન રામ આપણા આદર્શ છે અને આજનો દિવસ દુનિયાભરના હિન્દુઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. આજે સમગ્ર વિશ્વમાં ખુશીની લહેર છે. આ સંપૂર્ણ સંતોષની ક્ષણ છે. જય શ્રી રામ. તેમણે વધુમાં કહ્યું કે 'ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રમાં છે, તેમનાં નામ નહી. પ્રભુ શ્રી રામ જીતના પ્રતિક છે. આજે દુનિયાભરમાં ખુશીની લહેર છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com