ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
ભારતના પૂર્વમાં આવેલા લદ્દાખને અડીને LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલી હિંસક ઝડપ માં ભારતે 20 જવાન ગુમાવ્યા હતા. આ ઘટના બાદ માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ ભારતને ચાહનારા દુનિયાભરના દેશોમાં વિરોધી સૂર ઊઠી રહ્યા છે. જયારે તાઈવાન અને હોંગકોંગના નાગરિકોએ છડેચોક ભારતનું સમર્થન કર્યું છે. સોશિયલ મીડિયા પર ત્યાંથી આવતા સંદેશાઓની રેલ આવી છે. તાઈવાનના એક પ્રશંસકે લખ્યું છે કે "ભારતના ભગવાન રામે ચાઇનાના ડ્રેગનને હણી નાખ્યો છે" આ ટ્વિઈટ આજે વાયરલ થયું છે. જ્યારે હોંગકોંગના લોકો એ આહવાન કર્યું છે કે "ચીન વિરોધની લડાઇમાં તમામ હોંગકોંગ વાસીઓ ભારત નું સમર્થન કરે". જ્યારે એક રણનીતિક નિષ્ણાતે લખ્યું છે કે "જ્યાં સુધી ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી નું શાસન છે ત્યાં સુધી ભારત સુરક્ષિત નહી રહે".
નોંધનીય છે કે તાઈવાન અને હોંગકોંગ પણ ચીનથી પ્રતાડિત દેશ છે. ચીન બંન્નેને પોતાનો હિસ્સો માને છે અને તાઈવાન ને ચીનમાં ભેળવી દેવા માટે, વારંવાર સૈન્ય કાર્યવાહી ની ધમકીઓ આપતું રહે છે. બીજી બાજુ હોંગકોંગ પર પણ ચીને પોતાનો નવો સુરક્ષા કાયદો જબરજસ્તી થોપવાની કોશિશ કરી, હોંગકોંગના લોકોને પોતાની મુઠ્ઠીમાં બાંધવાની કોશિશ કરી હતી.….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com