ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મુકદ્દમો કરનારાઓમાંના એક ઇકબાલ અન્સારીને 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના સ્થાપના સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે, જયાંવડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 200 જેટલા મહાનુભાવો પણ હાજર રહેશે. આમંત્રણ સ્વીકારનાર અંસારીએ કહ્યું કે "ભગવાન રામની જ ઇચ્છા છે કે હું 'ભૂમિપૂજન' મા સામેલ થાઉ. હું વડા પ્રધાનનું સ્વાગત કરીશ કારણ કે તેઓ રામ મંદિરનો શિલાન્યાસ કરવા મારા શહેરમાં આવી રહયાં છે. હું તેમને હિન્દુઓના પવિત્ર ગ્રંથ રામચરિત માનસનું પુસ્તક ભેટ આપીશ”
ઇકબાલ અન્સારી, જેઓ બાબરી મસ્જિદ કેસનો મૂળ મુકદ્દમો લાડનાર હાશીમ અન્સારીના પુત્ર છે. તેમણે વધુ કહ્યું કે, "અયોધ્યામાં ગંગા-જમુની-તહઝિબ છે અને અહીં બધા ધર્મોનો સમાન આદર કરવામાં આવે છે. અયોધ્યામાં રહેતા હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ ફરક નથી. આ મામલો હવે સુપ્રીમ કોર્ટે ઉકેલી લીધો છે."
દરમિયાન, 'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' દ્વારા રામ મંદિરના 'ભૂમિપૂજન' સમારોહ પ્રસંગે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટે દિલ્હીમાં આવેલા તમામ વિદેશી દૂતાવાસોને મીઠાઇ મોકલવાનો અને અયોધ્યામાં પણ તેનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. રામ મંદિર ટ્રસ્ટના કેટલાક અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાડુના ચાર લાખ પેકેટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, દરેક પેકેટમાં ચાર લાડુ હશે જે લખનૌ અને દિલ્હીથી આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com