LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.

LPG Booking Update: વાર્ષિક ક્વોટા પૂરો થયા બાદ નવા સિલિન્ડર માટે મહેમાનોની સંખ્યા અને પ્રસંગની વિગતો આપવી ફરજિયાત, ‘હેલો BPCL’ એપ દ્વારા જ થશે બુકિંગ.

by Janvi Soni
LPG Booking Update BPCL Imposes Strict Rules for Extra Cylinders; Users Must Provide Event Details via App

News Continuous Bureau | Mumbai

LPG Booking Update: દેશભરમાં એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે ભારત પેટ્રોલિયમ (BPCL) એ એક નવી અને કડક પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધી ગ્રાહકો સરળતાથી વધારાના સિલિન્ડર બુક કરાવી શકતા હતા, પરંતુ હવે જો ગ્રાહકે એક નાણાકીય વર્ષમાં તેના નિર્ધારિત ૧૨ સિલિન્ડર લઈ લીધા હશે, તો તેણે વધારાના રિફિલ માટે નક્કર કારણો આપવા પડશે. રવિવારથી લાગુ થયેલા આ નિયમથી સામાન્ય ગ્રાહકો અને એજન્સી સંચાલકોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે.

વધારાના સિલિન્ડર માટે પૂછવામાં આવશે આ સવાલો

નવા નિયમ મુજબ, વધારાના સિલિન્ડરના બુકિંગ માટે ગ્રાહકોએ ‘હેલો બીપીસીએલ’ (Hello BPCL) એપ પર જઈને કેટલાક અનિવાર્ય સવાલોના જવાબ આપવા પડશે:
શું પરિવારમાં સભ્યોની સંખ્યા ૬ કે તેથી વધુ છે?
શું ઘરે કોઈ મહેમાન આવ્યા છે? (તેમની વિગતો પણ આપવી પડશે).
શું ઘરમાં લગ્ન, ભંડારો કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ છે?
અન્ય કયા ઘરેલું ઉપયોગ માટે ગેસની જરૂર છે?
આ તમામ વિગતો ભર્યા બાદ જ સિલિન્ડર બુક થઈ શકશે.

આ સમાચાર પણ વાંચો: Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા

સ્માર્ટફોન વગરના ગ્રાહકો માટે વધશે મુશ્કેલી

કંપનીના આ નવા આદેશથી ખાસ કરીને ગ્રામીણ અને વયસ્ક ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે જેઓ હજુ પણ કી-પેડ વાળો ફોન વાપરે છે. એપ ડાઉનલોડ કરવી અને અંગ્રેજી કે હિન્દીમાં સવાલોના જવાબ આપવા દરેક માટે સરળ નથી. આવા કિસ્સામાં ગ્રાહકોએ એજન્સીના ચક્કર કાપવા પડી શકે છે. એજન્સી સંચાલકોનું કહેવું છે કે આ નિયમ વિશે તેમને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી.

શા માટે કડક કરવામાં આવ્યા નિયમો?

ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને સ્ટોક મર્યાદિત છે. આ સ્થિતિમાં લોકો બિનજરૂરી હોર્ડિંગ (સંગ્રહખોરી) ન કરે અને જરૂરિયાતમંદ પરિવારોને ગેસ મળી રહે તે હેતુથી આ ‘રૅશનિંગ’ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે ગ્રાહકોનો ૧૨ સિલિન્ડરનો ક્વોટા બાકી છે, તેમને હાલમાં કોઈ સમસ્યા નડશે નહીં.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More