LS polls: ECIની સી-વિજિલન્સ એપને મોટી સફળતા, એપથી 79 હજાર ફરિયાદો મળી, આટલા ટકા ઉકેલાઈ

LS polls: સી-વિજિલન્સ એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને પ્રલોભન-મુક્ત મતદાન સુનિશ્ચિત કરવા ડિજિટલ ટેકનોલોજીનો લાભ લેવાનાં ઇસીઆઈનાં પગલાંનો એક ભાગ છે

by kalpana Verat
LS polls More than 79,000 violations reported so far through C-Vigil app, says EC

LS polls: ભારતની ચૂંટણી પંચની સીવિજિલ એપ લોકોના હાથમાં ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનને ચિન્હિત કરવા માટે એક અસરકારક ઉપકરણ બની ગયું છે. સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ આજ દિવસ સુધીમાં 79,000થી વધુ ફરિયાદો મળી છે. 99%થી વધુ ફરિયાદોનું સમાધાન કરી દેવાયું છે અને તેમાંથી લગભગ 89% ફરિયાદોનું સમાધાન 100 મિનિટની અંદર કરાયું છે. ગતિ અને પારદર્શિતા cVIGIL એપ્લિકેશનનો પાયાના પથ્થર સમાન છે.  

58,500થી વધુ ફરિયાદો (કુલ ફરિયાદોના 73 ટકા) ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો સામે છે. મળી આવેલી 1400થી વધુ ફરિયાદો, પૈસા, ભેટસોગાદો અને દારૂ વિતરણને લગતી છે. લગભગ 3% ફરિયાદો (2454) મિલકતના નુકસાન સાથે સંબંધિત છે, હથિયારોના પ્રદર્શન અને ધાક-ધમકીના માટે પ્રાપ્ત થયેલી 535 ફરિયાદોમાંથી 529નો નિવેડો પહેલા જ કરવામાં આવ્યો છે. નોંધાયેલી 1000 ફરિયાદો પ્રતિબંધિત સમયગાળાથી વધુના પ્રચાર માટે હતી, જેમાં માન્ય સમય કરતા વધુ વક્તાઓનો ઉપયોગ શામેલ છે.

cVIGIL એપ્લિકેશન ચૂંટણીની દેખરેખ અને ઝુંબેશની અવ્યવસ્થા ઘટાડવામાં એક મહત્વપૂર્ણ છલાંગ છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત માટેની પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારે નાગરિકોને સતર્ક રહેવા અને આદર્શ આચારસંહિતાના ભંગની જાણ કરવા અને મતદારોને કોઈ પણ પ્રકારની પ્રલોભનોની વહેંચણી માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

cVIGIL એ યુઝર-ફ્રેન્ડલી અને ઓપરેટ કરવા માટે સરળ એપ્લિકેશન છે, જે જાગૃત નાગરિકોને જિલ્લા નિયંત્રણ કક્ષ, રિટર્નિંગ ઓફિસર અને ફ્લાઇંગ સ્ક્વોડ ટીમો સાથે જોડે છે. આ એપનો ઉપયોગ કરીને નાગરિકો રાજકીય ગેરવર્તણૂંકની ઘટનાઓ અંગે ગણતરીની મિનિટોમાં રિપોર્ટ કરી શકે છે અને રિટર્નિંગ ઓફિસરની કચેરીએ જવાની પણ જરુર નથી. જેવી જ ફરિયાદ cVIGIL એપ પર મોકલવામાં આવશે, ફરિયાદકર્તાને એક યુનિક આઇડી મળશે જેના દ્વારા તે વ્યક્તિ પોતાના મોબાઇલ પર ફરિયાદને ટ્રેક કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan : PM શાહબાઝ શરીફ પાકિસ્તાનના આ ‘નાના બ્લોગર’ને મળ્યા, તેને ખુરશી પર પણ બેસાડ્યો; જુઓ વિડીયો..

એક સાથે કામ કરતા પરિબળોની ત્રિપુટી cVIGILને સફળ બનાવે છે. વપરાશકર્તાઓ વાસ્તવિક સમયમાં ઓડિયો, ફોટા અથવા વીડિયોઝ કેપ્ચર કરે છે, અને ફરિયાદોના સમયબદ્ધ પ્રતિસાદ માટે “100-મિનિટ” કાઉન્ટડાઉન સુનિશ્ચિત કરવામાં આવે છે. જેવો જ ઉપયોગકર્તા ઉલ્લંઘનનો રિપોર્ટ કરવા માટે cVIGILમાં તેમના કેમેરાને સ્વિચ ઓન કરે કે તરત જ આ એપ્લિકેશન આપમેળે જીઓ-ટેગિંગ સુવિધાને સક્ષમ કરે છે. જેનો અર્થ એ છે કે ફ્લાઇંગ સ્ક્વોડ નોંધાયેલા ઉલ્લંઘનનું ચોક્કસ સ્થાન જાણી શકે છે, અને નાગરિકો દ્વારા કબજે કરવામાં આવેલી છબીનો કાયદાની અદાલતમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. નાગરિકો અનામી રીતે પણ ફરિયાદોની જાણ કરી શકે છે.

આ એપ્લિકેશન તકનીકીનો લાભ લેવા અને મતદારો અને રાજકીય પક્ષોને સુવિધા આપવા માટે પંચ દ્વારા બનાવવામાં આવેલું એક અમોઘ શસ્ત્રમાંથી એક છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More