News Continuous Bureau | Mumbai
Ludhiana Railway Tracks: પંજાબના લુધિયાણામાં રેલવે ટ્રેક પર એક મોટી દુર્ઘટના લગભગ ટળી ગઈ હતી. શુક્રવારે રાત્રે, ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ( Golden Temple Express ) પસાર થવાની થોડી મિનિટો પહેલાં, એક નશામાં ડ્રાઇવરે ( Drunk driver ) લુધિયાણાના ગિયાસપુરા ( Giaspura ) પાસે તેની ટ્રક રેલવે ટ્રેક પર ચડાવી દીધી હતી. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. આ માહિતી મળતાં જ ટ્રેન ડ્રાઇવરે ( train driver ) ટ્રેનની સ્પીડ ઓછી કરી દીધી હતી. તેણે ટ્રકથી થોડે દૂર ટ્રેન રોકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
Late night in #Ludhiana, a drunk truck driver drove the truck on the railway track for about 1 KM and later fled from the spot, leaving the truck behind. Taking cognizance of the matter, Railway Police removed the truck from the track and cleared the entire railway track. pic.twitter.com/HCLYKi6OiT
— Nikhil Choudhary (@NikhilCh_) November 25, 2023
રેલ્વે પોલીસના તપાસ અધિકારી જસવીર સિંહના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે દારૂના નશામાં ડ્રાઇવરે ઓછામાં ઓછા એક કિલોમીટર સુધી ટ્રકને રેલ્વે ટ્રેક પર હંકારી હતી, ત્યારબાદ તેની ટ્રક ફસાઈ ગઈ હતી. અટવાયા બાદ ડ્રાઈવર રેલ્વે ટ્રેક પર વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક રહેવાસીઓએની સમજદારીથી મોટી દુર્ધટના ટળી..
ડ્રાઇવરે ટ્રેકમાં ફસાયેલી ટ્રકને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમાં સફળ થયો ન હતો. ત્યારબાદ ટ્રક ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોએ સાવધાની સાથે કામ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના ડ્રાઇવરને ચેતવણી આપી, જેણે સમજદારીપૂર્વક ટ્રેનને ધીમી કરી, વાહનને આગળ પસાર થવા દીધું અને અથડામણ ટળી..
આ સમાચાર પણ વાંચોઃ Bank Holiday in December 2023: ફટાફટ પતાવો બેંકના તમામ કામ, ડિસેમ્બરમાં 18 દિવસ રહેશે બેંક બંધ… આ રહી સુચી.. જુઓ અહીં..
પોલીસ અધિક્ષક, રેલવે પોલીસ દળના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રકને પાટા પરથી હટાવવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. ટ્રક હટાવ્યા પછી, ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ તેની આગળની મુસાફરી માટે રવાના થઈ હતી. થોડા સમય બાદ ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
