ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
ફ્રાંસના વડા પ્રધાન એડવર્ડ ફિલિપે રાજીનામું આપ્યા બાદ, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ, મંત્રીઓની નવી ટીમનું નેતૃત્વ કરવા માટે મેયર જીન કેસ્ટેક્સનું નામ આગળ કર્યું છે . પરંતુ ત્યાં સુધી રાષ્ટ્રપતિ તરીકે તેઓ દેશનું નેતૃત્વ સંભાળશે. જોકે ફિલિપ એડવર્ડ ફ્રાસનાં રાષ્ટ્રપતિ કરતાં વધુ લોકપ્રિય માનવામાં આવ્યાં હતાં, પરંતુ સ્થાનિક ચૂંટણીનાં નબળા પરિણામો આવતા તેમણે રાજીનામું આપ્યું હતું. covid 19 ના કારણે ફાટી નીકળેલા રોગચાળા બાદ આવેલી દેશની આર્થિક મંદીને રાષ્ટ્રપતિ મેક્રોન હવે કઈ રીતે આગળ વધારે છે તેના પર નાગરિકોની નજર રહેલી છે.. કારણ કે કોરોના કાળ દરમિયાન ફેસમાસ્ક,ટેસ્ટિંગ તથા મેડીકલ સાધનોની અછત ને મામલે સરકારની ઘણી ટીકા કરી ચૂકયાં હતી પરંતુ રાષ્ટ્રપતિ મેક્રોન એ વડાપ્રધાન તરીકે ફિલીપ ના વખાણ કર્યા હતા. આથી પણ હવે બધાની નજર રાષ્ટ્રપતિ તરફ છે. આમ તો ફ્રેન્ચ રાષ્ટ્રપતિ માટે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન વડા પ્રધાનની જગ્યા લેવી તે સામાન્ય પ્રથા છે જેને ફ્રાસમા "ક્વિન્ક્વેનાટ" તરીકે ઓળખવામાં આવે છે. .
મેક્રોન ત્રણ વર્ષ પહેલા સત્તામાં આવ્યાં હતાં પરંતુ હવે તે કોરોનાવાયરસ રોગચાળા પછીના આર્થિક સંકટ માંથી દેશને કેવી રીતે ઉગારશે, રોજગારી ની તકો ઉભી કરવી અને બેરોજગારી નો સામનો કેવી રીતે કરે છે તેના પર લોકોની આશા અપેક્ષાઓ સંકળાયેલી છે. કેટલાક પ્રાદેશિક અખબારો સાથેની મુલાકાતમાં, તેમણે કહ્યું હતું કે કોરોના બાદ ફ્રાંસ માટે પુન: આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરવી અઘરું છે, અને હાલ લોકોની નોકરી બચાવવી તેમની અગ્રતા છે. તેમજ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પુનર્નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર તેઓ તમામ ધ્યાન આપશે એમ તેમણે કહ્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com