News Continuous Bureau | Mumbai
Madhya Pradesh: ટામેટાં (Tomato) ના આસમાને પહોંચેલા ભાવે ઘણા લોકોની આર્થિક સ્થિતિ પર વધારાનો ભાર મૂક્યો છે, પરંતુ આ ભાવ વધારો મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના શહડોલ જિલ્લામાં પતિ-પત્ની વચ્ચેની લડાઈનું કારણ પણ બન્યો છે. ટિફિન સર્વિસ (Tiffin Service) ચલાવતા સંજીવ બર્મને (Sanjeev Burman) જણાવ્યું હતું કે તાજેતરમાં તેણે પત્નીને પૂછ્યા વિના ભોજન બનાવતી વખતે બે ટામેટાંનો ઉપયોગ કર્યા પછી દંપતી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.
બર્મનના જણાવ્યા મુજબ, તેની પત્ની પતિના ટામેટાંના ઉપયોગથી નારાજ થઈ ગઈ હતી. કારણ કે બર્મને આ વિશે તેની પત્નિ સાથે સલાહ લીધી ન હતી.
સંજીવે પત્નિના લાપતાની પોલિસમાં ફરિયાદ નોંધાવી છે..
બર્મનના નિવેદન મુજબ, દલીલ પછી, પત્નિએ(wife) તેમની પુત્રી સાથે તેમનું ઘર છોડવાનું નક્કી કર્યું. બર્મને પત્નિને શોધવાનો પ્રયત્ન કર્યો પણ શોધી શક્યો નહીં. બાદમાં તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મદદ માટે ગયો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે સંજીવે ફરિયાદ નોંધાવી છે. સંજીવે કહ્યું કે પત્નિ સાથે દલીલ એટલા માટે શરૂ થઈ કારણ કે તેણે જે શાકભાજીની વાનગી બનાવી હતી તેમાં બે ટામેટાં નાખ્યા હતા.બર્મને કહ્યું કે તેણે ત્રણ દિવસમાં તેની પત્ની સાથે વાત કરી નથી અને પત્નિ ક્યાં છે તે ખબર નથી.
પોલીસ અધિકારીઓએ સંજીવને ખાતરી આપી હતી કે તેઓ તેની પત્નીનો સંપર્ક કરશે અને તે જલ્દી પરત આવશે.
આ સમાચાર પણ વાંચો: Chandrayaan-3 Mission: મિશન ચંદ્રયાન-3ના લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ, આજે બપોરે 2:35 વાગ્યે થશે લોન્ચ.. જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકશો?
 
			         
			         
                                                        