Site icon

MahaKumbh Mela: પશ્ચિમ રેલવે મહા કુંભ મેળાના અવસર પર 3 વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે

MahaKumbh Mela: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે સાબરમતી-લખનઉ, ભાવનગર ટર્મિનસ-લખનઉ અને મુંબઈ સેન્ટ્રલ-લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

MahaKumbh Mela Western Railway will run 3 one-way special trains on the occasion of Maha Kumbh Mela

MahaKumbh Mela Western Railway will run 3 one-way special trains on the occasion of Maha Kumbh Mela

News Continuous Bureau | Mumbai

MahaKumbh Mela: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે સાબરમતી-લખનઉ, ભાવનગર ટર્મિનસ-લખનઉ અને મુંબઈ સેન્ટ્રલ-લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

MahaKumbh Mela:  1. ટ્રેન નંબર 09469 સાબરમતી – લખનઉ વન-વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09469 સાબરમતી – લખનઉ સ્પેશિયલ સોમવાર, 06 જાન્યુઆરી, 2025ના રોજ સાબરમતી થી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન માર્ગ માં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

MahaKumbh Mela:  2. ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ – લખનઉ વન-વે સ્પેશિયલ

ટ્રેન નંબર: 09235 ભાવનગર ટર્મિનસ-લખનઉ સ્પેશિયલ બુધવાર, 08 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસ 20:20 કલાકે ઉપડશે અને શુક્રવારે 04:00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન માર્ગ માં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો  : Swagat Program: અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

 

MahaKumbh Mela:  3. ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ – લખનઉ વન-વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ – લખનઉ સ્પેશિયલ સોમવાર, 06 જાન્યુઆરી, 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સિહોર, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

MahaKumbh Mela:  ટ્રેન નંબર 09469, 09235 અને 09011 માટે બુકિંગ 05 જાન્યુઆરી, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version